બંધારણનાં આમુખને સુધારવા માટેનો ખાનગી સભ્ય ખરડો

બંધારણનાં આમુખને સુધારવા માટેનો ખાનગી સભ્ય ખરડો
બંધારણનાં આમુખને સુધારવા માટેનો ખાનગી સભ્ય ખરડો

રાજ્યસભામાં અટકાવી દેતા વિપક્ષો; ભાજપનાં સાંસદ દ્વારા ખરડો મુકવામાં આવ્યો હતો, પણ પ્રચંડ વિરોધને પગલે અટકી પડ્યો


બંધારણનાં આમુખ એટલે કે પ્રસ્તાવનામાં સુધારો સૂચવતો ખાનગી સભ્યનો ખરડો ભારે વિરોધ કરીને વિરોધ પક્ષોનાં સભ્યોએ રાજ્યસભામાં અટકાવી દીધો હતો.

ગૃહમાં કોંગ્રેસ સહિતનાં વિપક્ષી સભ્યોએ અધ્યક્ષને વિનંતી કરી હતી કે, દેશના બંધારણમાં પાયાનાં માળખા સાથે કોઈ ચેડા કરી શકાય નહીં. ગૃહમાં ખરડાનો વિરોધ કરનારાની સંખ્યા તેના સમર્થકો કરતા વધારે છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ભાજપનાં સાંસદ કે.જે. આલફોન્સે આમુખનાં એક શબ્દમાં ફેરફાર સૂચવતો એક ખરડો વડીલ ગૃહમાં મુકવાની કોશિશ કરી હતી. આ ખરડામાં એવી જોગવાઈ મુકવામાં આવી હતી કે આમુખનાં સમાજવાદી શબ્દને હટાવીને સમાનતાનો શબ્દ દાખલ કરવો જોઈએ.

પરંતુ વિપક્ષનાં સભ્ય જયરામ રમેશ, વાયકો, શિવાતીરુચી, મનોજજા વગેરેએ ખરડો દાખલ થવા દીધો ન હતો અને જોરદાર વિરોધ કર્યો હતો. સભ્યોએ દલીલ કરી હતી કે, સભાપતિ મહોદયને અમે વિનંતી કરીએ છીએ કે આ ખરડો ગૃહમાં દાખલ થવા દેવો જોઈએ નહીં.

Read About Weather here

કેમકે દેશના બંધારણનાં માળખા પર જ સીધો આક્રમણ કરે છે. એ વાત જાણીતી છે કે, બંધારણમાં રહેલા સમાજવાદ તેમજ ધર્મનિરપેક્ષતા જેવા શબ્દો સામે ભાજપ હંમેશા વાંધો લેતું રહ્યું છે. વિપક્ષી સભ્યોએ ભય વ્યક્ત કર્યો હતો કે આજે એક સુધારો કરવા દેવાશે તો કાલે બીજા સુધારા લાવવાના પ્રયાસ કરવામાં આવશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here