છત્તીસગઢ દોડી જતા અમીત શાહ, શહિદ જવાનોને શ્રધ્ધાંજલી

અમીત શાહ
અમીત શાહ

જગદલપુરમાં ભાવુક બન્યા ગૃહમંત્રી અમીત શાહ : બલીદાન આપનાર જવાનોની કુરબાની વ્યર્થ નહીં જ જાય

માઓવાદીઓના રાક્ષસી ભયાનક હુમલાના દેશભરમાં ધેરા પડધા

જવાનોને ખાસ સ્થળે ધેરામાં લઇ બેફામ ગોળીવર્ષા કરાઇ : કમાન્ડરનું વર્ણન

ગૃહમંત્રી અમીત શાહે જગદલપુર હોસ્પિટલ જઇને ઘાયલ જવાનોની મુલાકાત લીધી

Subscribe Saurashtra Kranti here

છત્તીસગઢના બીજાપુરના વિસ્તારના જંગલોમાં માઉવાદી આતંકવાદીઓએ ભારતીય સીઆરપીએફ અને પોલીસના ટુકડીઓના જવાનોને ઘેરી લઇ અતીઆધુનિક હથીયારોમાંથી બેફામ ગોળીવર્ષા કરીને 22 જેટલા જવાનોને શહિદ કરી નાખ્યાની દર્દનાક ઘટનાના છેક નવી દિલ્હી સુધી ઘેરા પડધા પડયા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ છત્તીસગઢ દોડી ગયા છે.

ગૃહમંત્રી અમીત શાહે જગદલપુર હોસ્પિટલ જઇને ઘાયલ જવાનોની મુલાકાત લીધી હતી અને એમના ખબર અતર પુછયા હતા ગૃહમંત્રીએ શહિદ જવાનોને ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. જગદલપુર ખાતે તેમણે ઉચ્ચ અધિકારીઓની ખાસ બેઠક બોલાવી છે. અચાનક થયેલા હુમલા અને મોટા પાયે જવાનોની જાનહાની અંગે ગૃહમંત્રી ઝીણામાં ઝીણી વિગતો મેળવી રહયા છે. કઇ રીતે જવાનો માઓ ત્રાસવાદીઓએ ગોઠવેલી ઝાળમાં ફસાય ગયા એ વિશે ગૃહમંત્રીએ આખો અહેવાલ માંગયો છે.

Read About Weather here

સીઆરપીએફના ડીજી કુલદિપસિંધે જણાવ્યું હતું કે, શનિવારે અમારા જવાનો ઉપર અચાનક હુમલો થયો હતો જે કેટલાય કલાકો સુધી ચાલુ રહયો હતો. જવાનોને હુમલાના સ્થળે દોડો જવાની તરકીબ કરવામાં આવી હતી. અતિઆધુનિક હથીયારોથી માઉવાદીઓએ બેફામ ગોળીવર્ષા કરી હતી. માઉવાદીઓ જવાનોના હથીયારો પણ લુટી ગયા હતા. આ હુમલામાં સીઆરપીએફના 8 જવાનો અને 7 કોબરા કમાન્ડો શહિદ થયા છે. 8 જવાન ડીઆરજીના અને 5 પોલીસ ટાસ્ક ફોર્સના હતા. 10 થી 12 માઉવાદીઓ પણ માર્યા ગયાનું તેમને જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here