ઠાકરે સરકારની મુશ્કેલી વધી, મંત્રી સામેના આક્ષેપોની સીબીઆઇને તપાસ સોંપવા મુંબઇ હાઇકોર્ટનો હુકમ

સીબીઆઇ
સીબીઆઇ

આજે સીબીઆઇને તપાસ સોંપી દીધી હતી

Subscribe Saurashtra Kranti here

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનીલ દેશમુખ સામે રૂ.100 કરોડની ખંડણી ઉઘરાવવા જેવા ગંભીર આક્ષેપોની તપાસ સીબીઆઇને સોંપવા આજે મુંબઇ હાઇકોર્ટે આદેશ આપતા ઉધ્ધવ ઠાકરે સરકારમાં ખળભળાટ મચી ગયો છે. ગૃહમંત્રી સામે મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્ર્નર પરમબિરસિંહે આક્ષેપો કર્યા હતા.

દેશમુખ સામે ખંડણી અને ભ્રષ્ટાચારના આક્ષેપોની કાયદા મુજબ પ્રારંભીક તપાસ કરવા અને 15 દિવસમાં અહેવાલ રજૂ કરવા હાઇકોર્ટે સીબીઆઇને આદેશ આપ્યો હતો. આ મુદ્ા પર થયેલી ખાસ અરજી પર સુનાવણી બાદ વડા ન્યાયમુર્તી દિપંકર દત્તા અને જસ્ટીસ કુલકરણીએ જણાવ્યું હતું કે, અનીલ દેશમુખ ગૃહમંત્રી છે એટલે પોલીસ નીસપક્ષ તપાસ કરી શકે નહીં. આ મુદ્ા પરની કુલ 3 પીઆઇએલ હાઇકોર્ટમાં દાખલ થઇ છે

ગત 25 માર્ચે પૂર્વ પોલીસ કમિશ્ર્નર સિંહે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી દેશમુખ સામે સીબીઆઇ તપાસની માંગ કરી હતી. અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, હાલ પોલીસની કસ્ટડીમાં રહેલા સચીન વાઝે સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બાર અને રેસ્ટોરમાંથી રૂ.100 કરોડ દર મહિને ઉધરાવીને મોકલવા દેશમુખે આદેશ આપ્યો હતો. ખુદ મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્ર્નરે કરેલા આક્ષેપથી મહાઅધાડી સરકાર મુશ્કેલીમાં મુકાય ગઇ છે. અદાલતે 31 માર્ચે પોતાનો હુકમ અનામત રાખ્યો હતો.

Read About Weather here

આજે CBIને તપાસ સોંપી દીધી હતી. મહારાષ્ટ્ર સરકારના ધારાશાસ્ત્રીએ એવી દલીલ કરી હતી કે, પરમબીર સ્થાપીક હિતો ધરાવે છે બદલી થઇ ગઇ હોવાથી આવી અરજી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here