કોરોના છતાં માર્ચમાં GSTની રેકોર્ડ 1.23 લાખ કરોડની કમાણી

27
GST
GST

GST કલેક્શન સતત ૬ મહિનાથી એક લાખ કરોડની ઉપર

Subscribe Saurashtra Kranti here

નાણા મંત્રાલયએ ગુરૂવારે કહૃાુ કે, માર્ચમાં GST સંગ્રહ વધીને ૧.૨૩ લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ઉંચાઈએ પહોંચી ગયો, જે પાછલા વર્ષની સમાન અવધીના મુકાબલે ૨૭ ટકા વધુ છે. મંત્રાલયે કહૃાું, જીએસટી આવક છેલ્લા છ મહિના દરમિયાન એક લાખ કરોડ રૂપિયાથી વઠધુ રહી છે, અને આ સમયમાં તેજીથી વૃદ્ધિના વલણથી મહામારી બાદ આર્થિક સુધારના સંકેત સ્પષ્ટ મળે છે.

મંત્રાલયે આગળ કહૃાું કે, જીએસટી, આવકવેરા અને કસ્ટમ્સ આઇટી સિસ્ટમ્સ સહિતના બહુપક્ષીય સ્ત્રોતથી મળનાર ડેટાનો ઉપયોગ કરી નકલી-બિલિંગ વિરુદ્ધ ખાસ નજર રાખવામાં આવી છે, જેણે આવક સંગ્રહમાં યોદગાન આપ્યું છે.

જીએસટીની કુલ આવક માર્ચ ૨૦૨૧માં ૧,૨૩,૯૦૨ કરોડ રૂપિયા રહૃાું, જેમાં કેન્દ્રીય જીએસટીના ૨૨૯૭૩ કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીના ૨૯૩૨૯ કરોજ રૂપિયા અને ઇન્ટિગ્રેટેડ જીએસટીના ૬૨,૮૪૨ કરોડ રૂપિયા (વસ્તુઓના આયાત પર જમા ૩૧,૦૯૭ કરોડ રૂપિયા સહિત) અને ૮,૭૫૭ કરોડ રૂપિયાનો સેસ શામેલ છે (માલની આયાત પર જમા કરાયેલા ૯૩૫ કરોડ રૂપિયા સહિત) સામેલ છે.

Read About Weather here

મંત્રાલયે એક નિવેદનમાં કહૃાું, માર્ચ ૨૦૨૧ દરમિયાન જીએસટી આવક, જીએસટીની શરૂઆતથી સૌથી વધુ છે. છેલ્લા પાંચ મહિનામાં જીએસટી આવક સંગ્રહની પ્રવૃતિના અનુરૂપ માર્ચ ૨૦૨૧માં આવક સંગ્રહ પાછલા વર્ષની સમાન અવધિના મુકાબલે ૨૭ ટકા વધુ રહૃાો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસુરત: સેન્ટ્રલ મોલના 17 કર્મચારીઓને કોરોના પોઝિટિવ
Next articleઆસામને ફરી ઠગવા નીકળી છે કોંગ્રેસ: મોદીના આકરા પ્રહારો