એક જ દિવસમાં 40 હજાર કેસ આવ્યા સામે…!!

એક જ દિવસમાં 40 હજાર કેસ આવ્યા સામે…!!
એક જ દિવસમાં 40 હજાર કેસ આવ્યા સામે…!!

રશિયામાં ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું છે. રશિયામાં કોરોના ફરી એકવાર તબાહી મચાવી રહ્યો છે. રૂસમાં છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.

જે મહામારીની શરૂઆત બાદથી સૌથી વધુ સંખ્યા તેમજ સાથે જ 1159 લોકોએ જીવ ગુમાવ્યો છે. રશિયન અધિકારીઓને આશા છે કે, આ સમય દરમિયાન લોકોને ઓફિસો અને જાહેર પરિવહનથી દૂર રાખીને કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં મદદ મળશે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

કોરોના પર નિયંત્રણ મેળવવા માટે પુતિન સરકારે 11 દિવસનું લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. 28 ઓક્ટોબરે રશિયામાં શાળાઓ, કોલેજો, મોલ, રેસ્ટોરાં અને બજારો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સરકારે માત્ર દવાની દુકાનો અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખોલવાની છૂટ આપી છે. શાળાઓ સિવાય જીમ, મોટાભાગના મનોરંજન સ્થળો અને સ્ટોર્સ 11 દિવસ માટે બંધ રહેશે. આ દરમિયાન રેસ્ટોરાં અને હોટલ ડિલિવરી ઓર્ડર માટે ખુલ્લી રહેશે.

 પુતિને સ્થાનિક અધિકારીઓને કહ્યું છે કે, તેઓ આદેશ આપે કે રસી ન લેનારા 60 વર્ષથી વધુ ઉંમરના લોકો ઘરે જ રહે.

વ્લાદિમીર પુતિને કહ્યું કે, રશિયાના 85 પ્રદેશોમાં જ્યાં પરિસ્થિતિ ખાસ કરીને ગંભીર છે, ત્યાં કામ વહેલું રોકી શકાય છે અને રજાઓ 7 નવેમ્બરથી આગળ વધારી શકાય છે.

Read About Weather here

આ દરમિયાન મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય કેટલાકને બાદ કરતાં મોટાભાગની સરકારી સંસ્થાઓ અને ખાનગી વ્યવસાયોને કામ બંધ કરવું પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here