OMG..! હવે તો માત્ર ૧ કિલો કેરી દોઢ લાખ રૂપિયાની…

OMG..! હવે તો માત્ર ૧ કિલો કેરી દોઢ લાખ રૂપિયાની...
OMG..! હવે તો માત્ર ૧ કિલો કેરી દોઢ લાખ રૂપિયાની...

ઉનાળાની રસભરેલી કેરીની સિઝનમાં કેસર કેરી તેની ગુણવત્તા પ્રમાણે ૧૨૦ થી ૧૫૦ રુપિયાની ૧ કિલો મળે છે. દરેક ગ્રાહકે પોતાની ખરીદશકિત અને કેરીની ગુણવત્તા પ્રમાણે ભાવ ચુકવવા પડે છે. સામાન્‍ય રીતે મહારાષ્ટ્રની આલ્‍ફાન્‍સો કેરીને સૌથી મોંઘી માનવામાં આવે છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે મધ્‍યપ્રદેશમાં એક કિલો કેરીની કિંમત ૩ લાખ રુપિયા સુધીની છે.

OMG..! હવે તો માત્ર ૧ કિલો કેરી દોઢ લાખ રૂપિયાની… કેરી

આ કેરીની જાત જાપાનની મિયાજાકી છે જેને જાપાનમાં સૂર્યનું ઇંડું પણ કહેવામાં આવે છે. ભારતમાં અંદાજે ૧૫૦૦ કરતા વધુ પ્રકારની કેરીની જાત પાકે છે જેમાની કેટલીક ખૂબજ લોકપ્રિય છે. આલ્‍ફાન્‍ઝો,બોમ્‍બે ગ્રીન, ચૌસા, દશહરી, લંગડો, કેસર, નીલમ,તોતાપરી, માલદા,સિંદૂરી, બદામ અને હાપુસનો સમાવેશ થાય છે.કિંમત ધરાવતી મિયાજાકી કેરી જબલપુરમાં જોવા મળે છે.

OMG..! હવે તો માત્ર ૧ કિલો કેરી દોઢ લાખ રૂપિયાની… કેરી

સામાન્‍ય માણસની ખરીદશકિતને બહાર હોવાથી લોકો માત્ર જોઇને સંતોષ માણે છે. આ કેરી લાલ રંગની હોય છે, એક ફળનું વજન ૯૦૦ ગ્રામથી માંડીને ૧.૫૦ કિલો ગ્રામ હોય છે. ભારતમાં જબલપુર આસપાસ ઘણા વર્ષોથી મિયાજાકીનું ઉત્‍પાદન થાય છે. આ કેરીની જાતને પકાવવા માટે ગરમ હવામાન અને વરસાદ બંનેની જરુર પડે છે.જબલપુરની નજીક ડગડગા હિનૌતા ગામમાં કેરીના રક્ષણ માટે સિકયોરિટી ગાર્ડ રાખવામાં આવે છે. આ કેરીની જાત મોંઘી હોવાથી ભારતમાં ખાસ ખરીદારી થતી નથી પરંતુ યુકે,કુવૈત, ઓમાન અને બહેરિન જેવા દેશોમાં નિકાસ થાય છે. ભારતમાં મધ્‍યપ્રદેશ કેરી ઉત્‍પાદન માટે ખૂબજ આગળ પડતું રાજય છે. કેરીનો વાવેતર વિસ્‍તાર ૬૫૦૦૦ હેકટર કરતા પણ વધારે છે જેમાં મિયાજાકી અને નૂરજહાં ધ્‍યાન ખેંચે છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here