OMG…ચારધામના યાત્રિકોએ પાણીની એટલી બોટલો ફેંકી કે મ્‍યુ.કોર્પોને ૧ કરોડની આવક થઈ

અધધધ....ચારધામના યાત્રિકોએ પાણીની એટલી બોટલો ફેંકી કે મ્‍યુ.કોર્પોને ૧ કરોડની આવક થઈ ...
અધધધ....ચારધામના યાત્રિકોએ પાણીની એટલી બોટલો ફેંકી કે મ્‍યુ.કોર્પોને ૧ કરોડની આવક થઈ ...

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્‍તોની ભારે ભીડ ઉમટી રહી છે અને લોકોને ટ્રાફિક જામ અને અન્‍ય સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ કારણ છે કે આ પહાડી રાજ્‍ય માટે પ્‍લાસ્‍ટિકનો કચરો વધુ લોકોના આવવાને કારણે સમસ્‍યા બની ગયો છે, જોકે હવે મ્‍યુનિસિપલ બોડીએ તેને આવકનું સાધન પણ બનાવ્‍યું છે. જોશીમઠ નગરપાલિકા હવે આ કચરામાંથી ઘણી કમાણી કરી રહી છે.ચમોલી-જોશીમઠ નગરપાલિકાએ ૩ ટનથી વધુ પ્‍લાસ્‍ટિકના કચરામાંથી ૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ધાર્મિક સ્‍થળો પર વધતા કચરાને પહોંચી વળવા માટે સીએમ ધામીએ પહાડોમાં કચરો સફાઈ અભિયાન ચલાવવાનો આદેશ પણ આપ્‍યો છે.

OMG...ચારધામના યાત્રિકોએ પાણીની એટલી બોટલો ફેંકી કે મ્‍યુ.કોર્પોને ૧ કરોડની આવક થઈ કરોડ

મ્‍યુનિસિપલ પ્રશાસને આ દિવસોમાં ચારધામ યાત્રાના રૂટ પરથી ૩ ટનથી વધુ પ્‍લાસ્‍ટિક કચરો એકત્ર કર્યો છે. અત્‍યાર સુધીમાં કચરાનું રિસાયક્‍લિંગ કરીને ૧.૦૨ કરોડ રૂપિયાની આવક થઈ છે. જોશીમઠ નગરપાલિકા બદ્રીનાથ, હેમકુંડ સાહિબ અને વેલી ઑફ ફ્‌લાવર્સ યાત્રાના મુખ્‍ય સ્‍ટોપ, જોશીમઠથી પાંડુકેશ્વર સુધીની સફાઈ માટે જવાબદાર છે.પાલિકાએ છેલ્લા એક મહિનામાં ૨.૫ લાખથી વધુ પાણીની બોટલો, ઠંડા પીણા અને સોફ્‌ટ ડ્રિંક્‍સ એકત્ર કર્યા છે. અન્‍ય પ્‍લાસ્‍ટિકના કચરા સાથે ત્રણ ટન પ્‍લાસ્‍ટિક કચરો એકત્ર કરવામાં આવ્‍યો છે.

OMG...ચારધામના યાત્રિકોએ પાણીની એટલી બોટલો ફેંકી કે મ્‍યુ.કોર્પોને ૧ કરોડની આવક થઈ કરોડ

જોશીમઠથી પાંડુકેશ્વર સુધીની સફાઈ વ્‍યવસ્‍થા માટે જોશીમઠ નગરપાલિકા દ્વારા કોમ્‍પેક્‍ટર મશીનનો ઉપયોગ કરીને બ્‍લોક બનાવીને કચરો એકત્ર કરી રિસાયકલ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પ્‍લાસ્‍ટિક વેસ્‍ટના નિકાલ માટે ૨૨ કામદારોને તૈનાત કરવામાં આવ્‍યા છે.તમને જણાવી દઈએ કે ચારધામ યાત્રા માટે રજીસ્‍ટ્રેશનની જરૂરિયાત ખતમ થતાં જ બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે પર વાહનોનું દબાણ વધી ગયું છે અને ઘણી જગ્‍યાએ ટ્રાફિક જામ થઈ રહ્યો છે. રૂદ્રપ્રયાગના મુખ્‍ય બજારમાં જામના કારણે મુસાફરોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here