૨૦૨૫ સુધી ૫૦૦૦ અબજ ડોલરની ઇકોનોમીના લક્ષ્યને પાર કરીશુ: પિયૂષ ગોયલનો દાવો

કોરોના મહામારીને લીધે સામે આવેલા પડકારો સમજાવી ગયા કે, સાહસ ખેડવો જરુરી છે

કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે દાવો કર્યો હતો કે ભારત ૨૦૨૫ સુધી ૫૦૦૦ અબજ ડોલરની ઇકોનોમીના લક્ષ્યને મેળવી લેવામાં સફળ થશે અને આ માટે દેશ તેની સંપૂર્ણ અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહૃાો છે. પ્રવાસી ભારતીય દિવસ સંમેલન પર કેન્દ્રિય મંત્રી ગોયલે કહૃાુ હતું કે ૫૦૦૦ અબજ ડોલરની ઇકોનોમી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનુ છે અને દેશ ઝડપથી સ્ટ્રક્ચરલ રિફોર્મથી લક્ષ્યને હાંસલ કરી લેશે.

કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીનું કહેવુ હતું કે આપણે ગુણવત્તા, ઉત્પાદક ક્ષમતામાં સુધારા માટે એકસાથે કામ કરી રહૃાા છીએ. એનાથી ભારતીય ઉદ્યોગ નિકાસનો વિસ્તાર કરી શકશે. તેમનું કહેવુ હતું કે વૈશ્ર્વિક સ્તરે ભારતીય ઉત્પાદનોને પહોંચાડવા માટે આક્રમક નીતિ સાથે નવા બજારોની ઓળખ પર કામ ચાલી રહૃાુ છે.

કેન્દ્રિય મંત્રીએ આગળ જણાવ્યું કે, કોરોના મહામારીને લીધે સામે આવેલા પડકારો પછી એટલી સમજ તો આવી ગઇ છે કે મોટુ કરવાનું સાહસ ખેડવુ જોઇએ અને જો એમ નહીં કરીએ તો વૈશ્ર્વિક સ્તરે નેતૃત્વ કરવાની ક્ષમતા ખોઇ બેસીશુ. આ જ આત્મનિર્ભર ભારતનો સિદ્ધાંત છે.

કેન્દ્રિય મંત્રી મુજબ ભારત દેશ વ્યાપાર શરુ કરવામાં સગવડતા, સુગમતા અને તેના વિકાસ માટે સગવડ પર કામ કરી રહૃાો છે.