ડિસેમ્બરમાં ઇંધણની માંગ સતત ચોથા મહિને વધીને ૧૧ મહિનાની ટોચે

ભારતીય અર્થતંત્ર રિકવરીના પંથે હોવાના એક પછી એક સંકેતો મળી રહૃાા છે. દેશમાં ઇંધણની માંગ ડિસેમ્બરમાં સતત ચોથા મહિને વધી છે. આર્થિક ગતિવિધીઓ ફરી શરૂ થતા ઇંધણની વપરાશ ડિસેમ્બરમાં ૧૧ મહિનાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગઇ છે. અલબત્ત, તે કોવિડ-૧૯ પૂર્વેના સ્તરથી હજી પણ બે ટકા ઓછી છે.

પેટ્રોલિયમ મંત્રાલય પેટ્રોલિય યોજના અને વિશ્ર્લેષ્ણ વિભાગના હંગામી આંકડાઓ મુજબ ડિસેમ્બર ૨૦૨૦માં પેટ્રોલિયમ પ્રોડક્ટોની માંગ વાર્ષિક તુલનાએ ઘટીને ૧.૮૫ કરોડ ટન રહી. એક વર્ષ પૂર્વેના સમાન મહિનામાં તે ૧.૮૯ કરોડ ટન હતી. પરિવહન અને વેપારીઓ પ્રવૃત્તિઓ ફરી ધમધમતી થતી ડિસેમ્બરમાં ઇંધણની વપરાશ માસિક તુલનાએ સતત ચોથા મહિનેવ ધી છે. નવેમ્બર ૨૦૨૦માં દૃેશમાં ઇંધણની વપરાશ ૧.૭૮ કરોડ ટન રહી હતી. પેટ્રોલની વપરાશ સપ્ટેમ્બરમાં જ કોવિડ-૧૯ મહામારીના પૂર્વે સ્તરે પહોંચી ગઇ હતી. તો ડીઝલની વપરાશ ઓક્ટોબરમાં વપરાશ સામાન્ય થઇ ગઇ હતી. અલબત્ત નવેમ્બરમાં ઇંધણની માંગમાં ફરી ઘટાડો આવ્યો હતો અને ડિસેમ્બરમાં પણ તેની માંગ ઘટી છે.

ઓક્ટોબરમાં ડીઝલની માંગ વાર્ષિક તુલનાએ ૭.૪ ટકા વધી હતી. નવેમ્બરમાં તે ૬.૯ ટકા અને ડિસેમ્બરમાં ૨.૭ ટકા ઘટીને ૭૧.૮ લાખ ટન રહી ગઇ. અલબત્ત, માસિક સરખામણીએ ડીઝલની માંગમાં સાધારણ સુધારો આવ્યો છે. નવેમ્બરમાં તે ૭૦.૪ લાખ ટન રહી હતી.

ઉલ્લેખનિય છે કે, જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે માર્ચમાં દેશવ્યાપી લોકડાઉનને પગલે એપ્રિલમાં ઇંધણની માંગ ૪૯ટકા ઘટી ગઇ હતી. ૬૯ દિવસના દૃેશવ્યાપી લોકડાઉન બાદ સ્થાનિક અને રાજ્ય સ્તરે અંકુશો લાદૃવામાં આવ્યા હતા. અલબત્ત, ત્યારબાદ આ અંકુશોમાં ધીમે ધીમે છુટછાટ આપવામાં આવી હતી.

હજી કોરોના વાયરસને પગલે માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં અંકુશો યથાવત્ છે. તહેવારોની સીઝનમાં ઇંધણની વપરાસમાં વૃદ્ધિ શરૂ થઇ. પરંતુ દૃેશના મોટાભાગના રાજ્યોમાં શાળા-કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ હજી પણ બંધ છે આથી જાહેર પરિવહન હજી સામાન્ય થઇ શક્યુ નથી.