હિમાચલ પ્રદેશ,મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડના વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે

હિમાચલ પ્રદેશ,મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડના વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે
હિમાચલ પ્રદેશ,મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડના વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે

ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્યો – મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની આગામી વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. લોકસભાની ચૂંટણી બાદ વિધાનસભાની કેટલીક બેઠકો ખાલી પડી હતી, જેના માટે હવે પેટાચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી માટે ભાજપે યાદી જાહેર કરી છે.

હિમાચલ પ્રદેશ,મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડના વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે ચૂંટણી

પાર્ટીએ હિમાચલ પ્રદેશની દેહરા બેઠક પરથી હોશિયાર સિંહ ચંબ્યાલ, હમીરપુરથી આશિષ શર્મા અને નલગઢથી કૃષ્ણ લાલ ઠાકુરના નામની જાહેરાત કરી છે. તો મધ્યપ્રદેશની અમરવાડા બેઠક પરથી ભાજપે કમલેશ શાહને મેદાનમાં ઉતાર્યા છે. તેમજ ઉત્તરાખંડની બદ્રીનાથ બેઠક માટે ભાજપે રાજેન્દ્ર સિંહ ભંડારી અને મેંગ્લોર બેઠક માટે કરતાર સિંહ ભડાના પર વિશ્વાસ મૂક્યો છે.

ભારતના ચૂંટણી પંચ (ECI)એ બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની 13 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here