હવે બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલા, 100થી વધુ ઘરમાં લૂંટ

હવે બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલા, 100થી વધુ ઘરમાં લૂંટ
હવે બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલા, 100થી વધુ ઘરમાં લૂંટ

બાંગ્લાદેશ ના ખુલના જિલ્લામાં કટ્ટરપંથીઓની ભીડે 50થી વધુ હિન્દૃુઓના ઘરોને નિશાન બનાવી લૂંટફાટ કરી. આ દૃરમ્યાન ભીડે ઓછામાં ઓછા ચાર મંદિૃરોને પણ પોતાની ઝપટમાં લઇ તોડફોડ કરી. બાંગ્લાદેશ માં લઘુમતીઓની વિરૂદ્ધ હુમલો તાજેતરના વર્ષોમાં વધ્યો છે.

તેનું એક કારણ હિફાઝત-એ-ઇસ્લામ જેવા સંગઠનોનું બાંગ્લાદેશ માં ઝડપથી લોકપ્રિય થવાનું છે. માર્ચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીને પણ પોતાની ઢાકા યાત્રા દૃરમ્યાન વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

બંગાળી ભાષાના અખબાર સમકલના મતે શુક્રવાર સાંજે જિલ્લાના સિયાલી ગામમાં સ્થાનિક મસ્જિદના એક મૌલવીએ એક હિન્દુ ધાર્મિક જુલુસનો વિરોધ કર્યો. ત્યારબાદ કટ્ટરપંથીઓની એક ભીડ આક્રોશિત થઇ અને શનિવાર સાંજે ગામના હિન્દૃુ ઘરો પર હુમલો કરી દૃીધો.

સ્થળ પર હાજર લોકોના હવાલે મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે ભડકેલી ભીડમાં કથિત રીતે આસપાસના ગામના મુસલમાનો સામેલ હતા. હુમલાખોરોએ કુહાડી અને બીજા હથિયારોનો ઉપયોગ હુમલા દૃરમ્યાન કર્યો હતો.

હવે બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલા, 100થી વધુ ઘરમાં લૂંટ બાંગ્લાદેશ

આ દરમ્યાન વિરોધ કરનાર કેટલાંય હિન્દુ ઘાયલ થયા. હાલ સ્થિતિ તણાવપૂર્ણ બની છે અને કાયદો પ્રવર્તન કેસની તપાસ કરી રહ્યું છે. પોલીસે કેટલાંય હિન્દુ મંદિૃરો, ઘરો અને દૃુકાનોમાં તોડફોડના સંબંધમાં નોંધાયેલ મામલામાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરી છે.

સ્થાનિક સમુદૃાયના નેતાઓનું કહેવું છે કે વિસ્તારમાં પહેલી વખત કોઇ સાંપ્રદૃાયિક હિંસાના સમાચાર મળ્યા છે. પોલીસના મતે ગામના હિન્દુ સમુદાયની 6 દૂકાનો અને મકાનમાં પણ તોડફોડ કરી છે.

Read About Weather here

2011ની સંઘીય વસતીગણતરી પ્રમાણે બાંગ્લાદેશની 149 મિલિયન વસતીમાં અંદૃાજે 8.5 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. ખુલના જિલ્લામાં મોટી સંખ્યામાં હિન્દુ સમુદૃાયના લોકો રહે છે. અહીં 16 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે જે રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે.

આ ઘટનાએ ભારતમાં પણ આક્રોશને વધારી દૃીધો છે. વિશ્ર્વ હિન્દુ પરિષદે હુમલાને અંજામ આપનાર લોકોની વિરૂદ્ધ તપાસની માંગણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here