સુરતમાં ૪ ફૂટના અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ભાજપ અને કોંગ્રેસને લલકાર્યા

સુરત વોર્ડ નંબર ૨૬ માંથી માત્ર ૪ ફૂટના અપક્ષ ઉમેદવારે ભાજપ અને કોંગ્રેસને લલકાર્યા છે. બોર્ડમાં અનેક સ્થાનિક મુદ્દાઓને લઇને ઇંડાના હોલસેલ દૃુકાનદારે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો અને આજે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદૃવારોને લડત આપવા માટે કટિબદ્ધ બન્યો છે. તેને સ્પષ્ટ જણાવ્યું છે કે, તેમના કદૃ ઉપર લોકો ન જાય તેની જીત માટે તે કટિબદ્ધ છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અચાનક જ ચેતન ચંદ્રકાંત ખાંડેકર એન્ટ્રી થાય છે અને લોકો તેમને જોતા રહી જાય છે. કારણ કે, માત્ર ૪ ફૂટના આ ઉમેદૃવાર લોકોને પોતાને વોટ આપવા માટે અપીલ કરી રહૃાા છે. સુરતમાં સૌથી નાના કદૃના ઉમેદવાર ચેતન સુરતના ડિંડોલી વિસ્તારમાં ઇંડાની દુકાન ધરાવે છે. પોતાના વિસ્તારમાં વિકાસના કામ ન થયા હોવાની તે આટલી હદે ત્રાસી ગયો હતો કે, તેણે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. તેણે ફોર્મ ભર્યુ હતું જે સ્વીકારી લેવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં તે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોને લડત આપવા તૈયારી બતાવી રહૃાા છે.