એમએસપી માટે કાયદો બનાવે સરકાર: રાકેશ ટિકૈત

આ જન આંદોલન છે, નિષ્ફળ નહીં થાય


રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડુતોને આંદોસમેટવાની અપીલ કરી છે. જેના પર ખેડૂત નેતા રાકેશ ટીકૈતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહૃાું કે, એમએસપી પર સરકાર કાયદો બનાવે, નાના ખેડૂતો જ પ્રદર્શન કરી રહૃાાં છે. ટિકૈતે કહૃાું કે, મેં એ માગ કરી છે કે, એમએસપી પર સરકાર કાયદો બનાવે. એમએસપી પર કાયદો બનશે તો દેશના ખેડૂતોને ફાયદો થશે. આ આંદોલનમાં નાના ખેડૂતો જ પ્રદર્શન કરી રહૃાાં છે.

સરકાર સાથેની વાતચીત પર તેમણે કહૃાું કે, જો તેઓ વાતચીત કરવા માંગે છે તો અમે તૈયાર છીએ પરંતુ અમારું પંચ પણ તે અને મંચ પણ તે જ રહેશે. રાકેશ ટીકૈતે કહૃાું કે, આ બીલોને પરત ખેંચી એમએસપી પર કાયદો બનાવવો જોઈએ. ટિકૈતે કહૃાું કે ભૂખ પર વેપાર ન થવો જોઇએ. એવા કરનારાઓને બહાર નીકાળી દેવા જોઇએ.

ટીકૈતે કહૃાું કે, દુધના મામલામાં પણ દેશની સ્થિતિ સારી નથી. આવું જ ચાલતું રહૃાું તો તૂર્કી જેવી સ્થિતિ થઈ જશે અને દુધ પણ બહારથી મંગાવવું પડશે. તેમણે એમ પણ કહૃાું કે, વડાપ્રધાન મોદીએ અપીલ કરવી જોઈએ કે દરેક સાંસદો પોતાની પેન્શન છોડે.