સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ દ્વારા બ્લેનકેટ વિતરણ

સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ દ્વારા બ્લેનકેટ વિતરણ
સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ દ્વારા બ્લેનકેટ વિતરણ

પછાત વિસ્તારો ઉપરાંત આશ્રમ શાળામાં જરૂરિયાતમંદોને 600 ધાબળા અપાયા


સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલના ઉપક્રમે સંસ્થાપકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમગ્ર શાળા-પરિવારના સહયોગથી દર વર્ષે મૂલ્યશિક્ષણ અને સામાજિક દાયિત્વના ભાગરૂપે સ્થાપનાકાળથી અનેકવિધ સમાજ-ઉપયોગી પ્રવૃત્તિના પ્રકલ્પ હાથ ધરવામાં આવે છે.

અગાઉના વર્ષોમાં સંસ્થા દ્વારા સામાજિક જરૂરિયાત મુજબ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજવામાં આવી છે.

જેમાં ગરમ-સૂતરાઉ વસ્ત્રોનું વિતરણ, રમકડાં વિતરણ, સરકારી પ્રસૂતિગૃહની મહિલાઓ અને નવજાત શિશુઓને જરૂરી વસ્ત્રોનું વિતરણ, પ્લાસ્ટિક બેગના વિકલ્પે સૂતરાઉ કાપડની થેલીનું વિતરણ, અતિવૃષ્ટિ અને પૂરપીડિત લોકોની સહાય અર્થે આર્થિક ભંડોળનું એકત્રીકરણ, અનાજ વિતરણ, વૃક્ષારોપણ, સિટી બસસ્ટેન્ડનું નિર્માણ, બ્લેન્કેટ વિતરણ વગેરે ઉલ્લેખનીય છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લાં થોડા વર્ષોથી શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. જેની ભયાનક્તાનો સૌથી વધારે ભોગ આપણા વંચિત ભાંડુઓને અને નાના ભૂલકાંઓને બનવું પડે છે.

આ પરિસ્થિતિમાં આવા ઠંડીથી પીડિત ભાંડુઓને સહાયરૂપ થવા ગત વર્ષના અનુભવને ધ્યાનમાં લઈ આ વર્ષે પણ બ્લેન્કેટ-વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

સંસ્થાનાં સંસ્થાપકો ઉપાબહેન જાની અને ગુલાબભાઈ જાનીના આર્થિક સહયોગ દ્વારા ઉપરાંત વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંસ્થાના શુભેચ્છકો, પૂર્વ-વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા-પરિવારના આર્થિક સહયોગથી 600 બ્લેન્કેટનું વિતરણ કરી શકાય તેટલું રૂ.75,450 જેટલું માતબર ભંડોળ એકત્ર કરી શક્યા.

તા.18-12-2021થી તા.24-12-2021 દરમિયાન શાળાના કર્મશીલોના સહયોગથી રાજકોટ શહેરના વિવિધ પછાત વિસ્તારના રહીશો, ફૂટપાથ પર સૂનારાઓ, બાંધકામક્ષેત્રમાં કામ કરનારા પરપ્રાંતીય મજૂરો, સંસ્થામાં કાર્યરત જરૂરિયાતમંદ શ્રમિકો વગેરેને કુલ 350 બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવેલ.

Read About Weather here

આ ઉપરાંત સંસ્થા દ્વારા ચાલતી સ્કૂલ ઑન વ્હીલ્સની પ્રવૃત્તિ સાથે સંલગ્ન આશ્રમશાળાઓના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 250 બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here