સિનિયર સિટિઝને મોદી ૩.૦ સરકાર દ્વારા સૌથી મોટી ભેટ મળી શકે છે…જાણો તે ભેટ અંગે

સિનિયર સિટિઝને મોદી ૩.૦ સરકાર તરફથી સૌથી મોટી ભેટ મળી શકે છે...જાણો તે ભેટ અંગે
સિનિયર સિટિઝને મોદી ૩.૦ સરકાર તરફથી સૌથી મોટી ભેટ મળી શકે છે...જાણો તે ભેટ અંગે

કેન્‍દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્‍ણવ દ્વારા વરિષ્ઠ નાગરિકોને ભારતીય રેલવેમાં આપવામાં આવતી ખાસ સુવિધા અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારી પહેલાં ભારતીય રેલવેમાં સિનિયર સિટિઝનોને ટિકિટમાં ખાસ ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવતુ હતું. પરંતુ કોરોનામાં આ ડિસ્‍કાઉન્‍ટ બંધ કરી દેવામાં આવ્‍યું હતું. પરંતુ હવે રેલવે પ્રધાન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ડિસ્‍કાઉન્‍ટ ફરી એક શરૂ કરવામાં આવે એવી શક્‍યતા છે.

સિનિયર સિટિઝને મોદી ૩.૦ સરકાર દ્વારા સૌથી મોટી ભેટ મળી શકે છે…જાણો તે ભેટ અંગે સરકાર

ચાર વર્ષ બાદ આખરે સરકાર દ્વારા રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને ટિકિટ ભાડામાં આપવામાં આવતી છુટને ફરી શરૂ કરવા માટે હિલચાલ કરવામાં આવી રહી છે. જો આવું થાય છે તો એ મોદી ૩.૦ સરકાર દ્વારા સિનિયર સિટિઝન મળનારી સૌથી મોટી ભેટ હશે.

સિનિયર સિટિઝને મોદી ૩.૦ સરકાર દ્વારા સૌથી મોટી ભેટ મળી શકે છે…જાણો તે ભેટ અંગે સરકાર

એક અખબારમાં છપાયેલા અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્‍યો છે કે મોદી ૩.૦ સરકારમાં સિનિયર સિટીઝનોને રેલવેના ટિકિટભાડામાં આપવામાં આવતું ડિસ્‍કાઉન્‍ટ ચાર વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી શકે છે. સમચારમાં એવો દાવો પણ કરવામાં આવ્‍યો છે કે શરૂઆતના તબક્કામાં એસી કોચને બદલે સ્‍લીપર ક્‍લાસમાં જ આ ડિસ્‍કાઉન્‍ટ આપવા અંગે વિચારણા કરાઈ રહી છે.

સિનિયર સિટિઝને મોદી ૩.૦ સરકાર દ્વારા સૌથી મોટી ભેટ મળી શકે છે…જાણો તે ભેટ અંગે સરકાર

મહત્ત્વની વાત એટલે રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી આ છૂટ એવા જ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે કે જેઓ આ છુટ મેળવવા માંગતા હશે. પહેલાંની જેમ ઉંમર લખાવતા જ રેલવે દ્વારા સામેથી વરિષ્ઠ નાગરિકોને ડિસ્‍કાઉન્‍ટ નહીં આપવામાં આવે. પરિણામે વરિષ્ઠ નાગરિકોએ ટિકિટ બુક કરાવતી વખતે રિઝર્વેશન ફોર્મની ડિસ્‍કાઉન્‍ટવાળી કોલમ ભરવી પડશે, તો જ તેઓ ડિસ્‍કાઉન્‍ટ માટે એલિજેબલ ગણાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી પહેલાં રેલવે દ્વારા ૬૦ વર્ષથી ઉપરના પુરુષોને ટિકિટ ભાડામાં ૪૦ ટકાની અને ૫૮ વર્ષથી ઉપરની મહિલાઓને ૫૦ ટકા છુટ આપવામાં આવતી હતી. ૨૦૨૦માં કોરોના મહામારી દરમિયાન આ ડિસ્‍કાઉન્‍ટ બંધ કરી દેવામાં આવ્‍યું હતું અને સંસદમાં આના પર સવાલો પણ ઉઠાવવામાં આવ્‍યા હતા. જેના જવાબમાં અશ્વિની વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે પ્રવાસીઓને પહેલાંથી જ ૫૯,૮૩૭ કરોડ રૂપિયાની સબ્‍સિડી આપવામાં આવે છે. રેલવે દ્વારા એક પ્રવાસી પર ૧૧૦ રૂપિયાનો ખર્ચ આવે છે, જયારે પ્રવાસી પાસેથી ૪૫ રૂપિયા જ લેવામાં આવે છે એવું પણ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here