સંસદથી સડક સુધી મોંઘવારીની ગુંજ, પ્રજામાં ઘેરો રોષ

લોક સભા અને રાજ્યસભામાં 3 દિવસથી એકધારો વિપક્ષી દેકારો: ઇંધણ અને વેરાની આવકથી ફાટફાટ થતી સરકારની તિજોરી

2020-21 ના માત્ર 11 માસમાં સરકારને રૂ. 2.94 લાખ કરોડની પ્રચંડ આવક છતાં પ્રજાને રાહત આપવાનો ઇન્કાર

ચર્ચાની માંગ ધરાર નકારી કાઢતી સરકાર, મોંધવારી એ મુદ્દો જ ગણતી નથી ! જો સરકાર ગૃહમાં ચર્ચા ન આપે તો બીજે ક્યાં જવું ? ખડગે જેવા કોંગ્રેસી નેતાઓનો સીધો સવાલ

પેટ્રોલ-ડીઝલ તથા લાખો પરિવારો માટે જરૂરી રાંધણ ગેસના એકધારા વધતા ભાવ અને તમામ ખાદ્યપદાર્થોની આસમાને પહોચી કિંમતોને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સરકારને ઇંધણ પેટે અને વેરાના રૂપમાં જંગી આવક થઇ રહી હોવા છતાં આમ આદમીને કોઈ રાહત આપવામાં આવતી નથી. હવે છેલ્લા 3 દિવસથી મોંઘવારી સામે આક્રોશ ફાટી નીકળ્યો છે અને સડકથી સંસદ સુધી લોકોના અવાજના પડધા પડી રહ્યા છે. જો આવા મહત્વના મુદ્દાને સરકારે સંસદમાં મહત્વ આપેલ નથી તેના કારણે વિરોધપક્ષોએ આકરી ટીકા કરી છે.
લોકસભામાં અને રાજ્યસભામાં છેલ્લા 3 દિવસથી મોઘવારીના પ્રશ્ને વિરોધ પક્ષો અવાજ ઉઠાવી રહ્યા છે. ગઈકાલે પણ બંને ગૃહોને મોકૂફ રાખવાની ફરજ પડી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા બનેલા મલ્લીકાર્જુન ખડગેએ એવી ટકોર કરી હતી કે સરકાર મોંઘવારી અને ઇંધણના ભાવ વધારા અંગે ચર્ચા આપવા માંગતી નથી. જો સંસદમાં મુદ્દો ઉઠાવી ન શકાય તો જે ક્યા ઉઠાવવો ? સરકારને ચર્ચા આપવામાં રસ જ નથી.
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ જણાવ્યું હતું કે, જો ગૃહમાં ચર્ચા ન થાય તો બીજે ક્યાં થાય .

આશ્ચર્ય એ છે કે સરકાર મોંઘવારીને મુદ્દો જ ગણી રહી નથી આજે પણ ભાજપના અનેક નેતાઓ અને ખુદ કેન્દ્રીય મંત્રીઓએ એવી દલીલ કરી હતી કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો જ નથી. તેમને માત્ર દેકારા કરવા છે. ભાજપના સાંસદ ભુપેન્દ્ર યાદવે વળી ત્યાં સુધી કહ્યું હતું કે, સંસદ અટકવા ન દેવાય ચાલવા દેવી જોઈએ. તો બીજા એક ભાજપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ એવું કહી દીધું કે કોંગ્રેસ અને વિપક્ષોને માત્ર દેકારો કરવો છે અને હોબાળો મચાવવો છે.

સરકારની આવકની દ્રષ્ટિએ વાત કરીએ તો લોકસભામાં ખુદ ઓઈલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એવું જણાવ્યું હતું કે, ઇંધણ ના વેચાણ અને આબકારી જકાત સહિતના વેરાને લઇને સરકારની આવકમાં સાડા ચાર ગણો વધારો થવા પામ્યો છે. મંત્રીએ આપેલા આંકડા મુજબ જુન-2010 થી ઓક્ટોબર-2014 સુધીમાં સરકારે ઇંધણના ભાવના નિયત્રણો દૂર કર્યા હતા એટલે સરકારને પેટ્રોલ, ડીઝલ, જેટઓઈલ અને રાંધણ ગેસના વેચાણ થી જે આવક થઇ તેમાં ભારે વધારો નોંધાયો છે. 2013માં ઇંધણના વેચાણ થી કેન્દ્ર સરકારને રૂ. 52,537 કરોડની આવક થઇ હતી. જે વધી ને 2019-20માં રૂ. 2.13 લાખ કરોડ સુધી પહોચી ગઈ છે. છેલ્લા 11 માસમાં જ ઇંધણમાંથી સરકારને રૂ.2.94 લાખ કરોડની પ્રચંડ અને જંગી આવક થવા પામી છે.

મંત્રી પ્રધાને એવું પણ કબુલ કર્યું હતું કે, વર્ષ 2014 સુધી રાંધણ ગેસ સીલીન્ડરનો ભાવ રૂ.410.50 પૈસા હતો આજે એટલી ભાવ વધીને હવે રૂ. 819 થઇ ગયો છે. રહ્યોના વેરા ગણીએ તો ભાવ વધી જાય છે. છેલ્લા 32 દિવસમાં જ કઙૠ સીલીન્ડરની કિંમતમાં રૂ.125 નો આકરો વધારો થઇ જવા પામ્યો છે.