શું થશે આજ મેચ રમાશે કે કેમ જાણો : ટી20 વર્લ્ડકપમાં સુપર-8 સ્ટેજમાં આજે ભારતનો આખરી મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે…

શું થશે આજ મેચ રમાશે કે કેમ જાણો : ટી20 વર્લ્ડકપમાં સુપર-8 સ્ટેજમાં આજે ભારતનો આખરી મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે...
શું થશે આજ મેચ રમાશે કે કેમ જાણો : ટી20 વર્લ્ડકપમાં સુપર-8 સ્ટેજમાં આજે ભારતનો આખરી મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે...

ટી20 વર્લ્ડકપમાં સુપર-8 સ્ટેજમાં આજે ભારતનો આખરી મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થવાનો છે ત્યારે આજના મેચમાં વરસાદનું વિધ્ન સર્જાવાનો ખતરો છે. મેચ પુર્વે જ વરસાદ થવાની સંભાવના 51 ટકા હોવાનું જાહેર થયુ છે.આજનો મેચ રદ થવાના સંજોગોમાં ભારતને કોઈ ફેર પડતો નથી અને સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત બની રહેશે પરંતુ ઓસ્ટ્રેલિયાને સેમીફાઈનલમાં પહોંચવા પર જોખમ સર્જાશે. અફઘાનીસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેના મેચના પરિણામ પર તેનુ ભાવિ ઘડાશે.

શું થશે આજ મેચ રમાશે કે કેમ જાણો : ટી20 વર્લ્ડકપમાં સુપર-8 સ્ટેજમાં આજે ભારતનો આખરી મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે… વર્લ્ડકપ

ટી20 વર્લ્ડકપના સુપર-8 મુકાબલાઓમાં દિલધડક ઉલટફેર થઈ જ રહ્યા છે. રવિવારે ઓસ્ટ્રેલિયાને હરાવીને અફઘાનીસ્તાને ઈતિહાસ રચ્યો હતો અને ઓસ્ટ્રેલિયાની સેમીફાઈનલ દોડ મુશ્કેલ બનાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા બે માંથી એક મેચ જીત્યુ છે અને એકમાં પરાજીત થયુ છે. હવે આજે ભારત સામેનો મેચ નિર્ણાયક બની શકે છે.સેમીફાઈનલની આશા જીવંત રાખવા માટે આજે ભારત સામે જીત મેળવવાનું અનિવાર્ય છે અને તોજ તેના ચાર પોઈન્ટ થઈ શકે છે. ભારતે બન્ને મેચમાં જીત મેળવીને ચાર પોઈન્ટ હાંસલ કરી જ લીધા છે અને સેમીફાઈનલમાં સ્થાન લગભગ પાકુ છે.

શું થશે આજ મેચ રમાશે કે કેમ જાણો : ટી20 વર્લ્ડકપમાં સુપર-8 સ્ટેજમાં આજે ભારતનો આખરી મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે… વર્લ્ડકપ

દરમ્યાન આજના મેચમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મેચ શરૂ થવાના અર્ધો કલાક પુર્વે વરસાદ થવાની 51 ટકા સંભાવના છે. ભારે વરસાદમાં મેચ ધોવાઈ જવાના સંજોગોમાં સેમીફાઈનલની દોડમાં રસપ્રદ ટવીસ્ટ આવી શકે છે અને ઓસ્ટ્રેલિયાનો આધાર અફઘાનીસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેના મેચ પર રહેશે.

શું થશે આજ મેચ રમાશે કે કેમ જાણો : ટી20 વર્લ્ડકપમાં સુપર-8 સ્ટેજમાં આજે ભારતનો આખરી મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે… વર્લ્ડકપ

ઓસ્ટ્રેલિયાના હાલ બે પોઈન્ટ છે. મેચ રદ થાય તો 3 પોઈન્ટ થઈ શકે. ભારતના ચાર પોઈન્ટ છે તે પાંચ થઈ જશે એટલે પોઈન્ટ ટેબલમાં ભારત ટોચ પર જ રહેશે. ઓસ્ટ્રેલિયાનું સેમીફાઈનલમાં પહોંચવાનો આધાર અફઘાનીસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેના મેચ પર રહેશે. અફઘાનીસ્તાન બાંગ્લાદેશને પરાસ્ત કરે તો ચાર પોઈન્ટ સાથે સેમીફાઈનલમાં પ્રવેશી જશે અને ઓસ્ટ્રેલિયા ફેંકાઈ જશે. અફઘાનીસ્તાન પરાજીત થાય તો બે જ પોઈન્ટ રહે અને ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં આવી જાય.

વરસાદનું વિધ્ન ન સર્જાય અને વિક્ષેપ વચ્ચે પણ આજનો મેચ રમાય તો ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવવાનું અનિવાર્ય રહેશે. ભારત, જો કે, ઓસીઝને હરાવીને વન-ડે વર્લ્ડકપમાં ફાઈનલની હારનો બદલો લેવા ઉત્સુક છે. વર્તમાન ટુર્નામેન્ટમાં ભારત અજેય છે એટલે આત્મવિશ્વાસથી છલોછલ છે જયારે ઓસ્ટ્રેલિયાને અફઘાન સામે હારનો સામનો કરવો પડયો હોવાથી દબાણ હેઠળ રહેશે.

આજે ઓસ્ટ્રેલિયા પરાજીત થાય અને બાંગ્લાદેશ સામે અફઘાન હારે તો પણ બે-બે પોઈન્ટ સાથે રન-રેટ પરથી સ્થાન નકકી થશે. જયારે ઓસ્ટ્રેલિયા અને અફઘાન બન્ને જીતે તો 4-4 પોઈન્ટ થશે. ભારતના પણ ચાર પોઈન્ટ છે એટલે રનરેટના આધારે સેમીફાઈનલની ટીમો નકકી થશે. ભારતની રનરેટ ઘણી સારી હોવાથી પરાજયના સંજોગોમાં પણ કોઈ ખાસ વાંધો આવે તેમ નથી. અત્યારના સંજોગોમાં સેમીફાઈનલની દોડ રસપ્રદ બની છે.

શું થશે આજ મેચ રમાશે કે કેમ જાણો : ટી20 વર્લ્ડકપમાં સુપર-8 સ્ટેજમાં આજે ભારતનો આખરી મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે… વર્લ્ડકપ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here