શશિ શરૂરે ઘટતા જીડીપી સાથે વડાપ્રધાન મોદીની દાઢીની તુલના કરી

કોરોના સંકટ વચ્ચે ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય દળોમાં આર-પારની લડાઈ જામી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પાર્ટી મોદી સરકારને અર્થતંત્ર મુદ્દે પણ ઘેરી રહી છે. કોંગ્રેસના સાંસદૃ શશિ થરૂરે તાજેતરમાં એક મિમ શેર કર્યું હતું જેમાં તેમણે ઘટી રહેલા જીડીપીને લઈ કટાક્ષ કર્યો હતો.

શશિ થરૂરે શેર કરેલા મિમમાં એક ગ્રાફમાં ઘટી રહેલા જીડીપીના આંકડા દૃર્શાવવામાં આવ્યા છે. જ્યારે બીજી તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. મિમમાં બતાવવામાં આવ્યું છે કે, જેમ જેમ જીડીપી ઘટી રહૃાો છે તેમ તેમ વડાપ્રધાનની દાઢીની લંબાઈ વધી રહી છે.

કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે આ મિમ શેર કરીને ’આને કહેવાય ગ્રાફિક ઈલેસ્ટ્રેશનની અગત્યતા’ એવું કેપ્શન આપ્યું હતું. શશિ થરૂરે જીડીપીનો જે ગ્રાફ શેર કર્યો છે તેમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૧૯ સુધીના જીડીપીના આંકડા દર્શાવવામાં આવ્યા છે. કોરોના કાળ પહેલાથી જ જીડીપી સતત ઘટી રહૃાો હતો જે આ ગ્રાફમાં દર્શાવવામાં આવ્યું છે.