વીમા પોલીસીમાં હવે ગ્રાહકોને મળશે વધુને વધુ વિકલ્પો

વીમા પોલીસીમાં હવે ગ્રાહકોને મળશે વધુને વધુ વિકલ્પો
વીમા પોલીસીમાં હવે ગ્રાહકોને મળશે વધુને વધુ વિકલ્પો

વીમા પોલીસીમાં પ્રાઈસીંગ (મૂલ્ય) હવે પ્રોડકટ કવરેજ, ઈનોવેટીવ ફીચર્સ અને સર્વિસીઝ પર નિર્ભર રહેશે. અહેવાલો મુજબ વીમા કંપનીઓ ગ્રાહકોને કવરેજ માટે વધુ વિકલ્પ અને ફલેકિસબિલીટી દેવા પર કામ કરી રહી છે. એમાં ખાસ રીતે મેગા રિસ્ક પોલીસી અને મોટર ડેમેજ કવર જેવા રિટેલ પ્રોડકટ સામેલ છે.

ઈુસ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાનું નોટીફીકેશન વીમા કંપનીઓને પોલીસીના નિયમો, ટર્મ એન્ડ કન્ડીશન, કલાઉઝ અને વર્ડીંગને બદલવાની મંજુરી આપે છે. ઉદ્યોગ વિશેષજ્ઞોનું કહેવું છે કે જુલાઈ કે ઓકટોબરથી ફેરફાર વધુ સ્પષ્ટ થઈ શકે છે. કારણ કે કંપનીઓને તેને લાગુ કરવા વધુ નવી નીતિઓ સાથે આપવામાં કેટલોક સમય લાગી શકે છે.

વીમા કંપનીઓ પહેલા પોલીસીની વર્ડીંગ (પોલીસીની વાતો) બદલવા માટે અધિકૃત નહોતી. અત્યાર સુધી વીમાકર્તાઓએ પોતાની પોલીસી માટે એક નિશ્ર્ચિત ફોર્મટનું પાલન કર્યું છે અને કોઈ ફેરફાર નથી કરી શકી.

ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ એકસપર્ટસનું કહેવું છે કે હવે આ નવી આઝાદી સાથે ભારતીય વીમા બજાર ગ્લોબલ સ્ટાન્ડર્ડને અનુરૂપ પહોંચી રહ્યુ છે. પ્રાઈસીંગ અને પોલીસી ડિઝાઈન કરવામાં ઘણી આઝાદી છે.

એક વીમા બ્રોકરનું કહેવું છે કે આપણે ગ્લોબલ વીમા પોલીસીઓને રજૂ થતી જોઈશું કે જે વૈશ્વિક કંપનીઓ દ્વારા લાવવામાં આવશે અને તેમાં વચેટિયાની ભૂમિકા પ્રાસંગીક રહેશે.

ફયુચર જનરલ ઈન્ડિયાના એમડી અનુપ રાઉનું કહેવું છે કે, પોલીસીની શરતોમાં ઢીલ દેવાથી ગ્રાહકોને વીમા કવરેજ પસંદ કરવામાં વધુ વિકલ્પ અને લચીલાપણુ મળશે. ખાસ કરીને મોટી પોલીસીઓ માટે કેટલાક કેસમાં પ્રીમીયમ પણ ઓછુ હોઈ શકે છે. આ ફેરફાર સૌ પ્રથમ મેગા પોલીસીમાં જોવા મળશે.