વિવિયન રિચાર્ડનએ ચોથી ટેસ્ટમાં સ્પિન ટ્રેક વાળી પિચ બનાવવા કહૃાું

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન વિવિયન રિચાર્ડનએ ભારત અન ઈંગ્લેન્ડની વચ્ચે અમદાવાદમા રમાયેલી ડે-નાઈટની પીચની ટીકા કરનારે આડેહાથ લીધા છે. તેમના નિશાને ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી છે જે મોટેરાની પીચને ટેસ્ટને યોગ્ય ગણતા નથી. રિચાર્ડને તેમને જવાબ દેતા કહૃાુ કે જો તેમને મોકો મળે તો તેઓ ચોથી ટેસ્ટમાં પણ આવી જ પીચ બનાવેત.

તેમણે કહૃાુ કે, મને તાજેતરમાં જ ભારત અને ઈંગ્લેન્ડની બીજી અને ત્રીજી ટેસ્ટને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. મને હકિકતનાં આ સવાલને લઈને થોડી દુવિધા છે. કેમ કે જે વિકેટ ઉપર આ મેચ રમાઈ હતી, તેને લઈને બહુ સવાલો ઉભા કરવામા આવ્યા હતા, પીચ અંગે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. મને લાગે છે કે જે લોકો આ પીચની ટીકા કરી રહૃાા છે, મારા મતે તેને આ અહેસાસ હોવો જોઈએ કે કેટલીક વાર તમને સીિંમગ ટ્રેક મળે છે. જેના પર ગુડ લેંથ પર ઉછાળ લઈને બોલ આવે છે અને કેટલીક વાર બેટ્સમેનોએ તેની સામે સંઘર્ષ કરવો પડે છે.

તેમણે કહૃાું કે હવે તમારે તેની બીજી સાઈડ જોવી પડશે અને મને લાગે છે કે આજ કારણ છે કે તેને ટેસ્ટ મેચ ક્રિકેટ નામ આપવામાં આવ્યું છે. હકિકતમાં આ ફોર્મેટમાં રમતા સમયે તમારી ઈચ્છાશક્તિ અને માનસિક મજબૂતિનો ટેસ્ટ થાય છે. જો તમે ફરિયાદ કરો છો કે પીચ ટર્નિંગ છે તો તે સિક્કાની બીજી બાજુ છે. લોકો તે ભુલી જાય છે કે જો તમે ભારત જઈ રહૃાા છો તો તમારે આવી જ પીચની આશા રાખવી જોઈએ.