વર્લ્ડ કપમાંથી ફેંકાયા પછી પણ PAKની અવળચંડાઇ:ઈન્ઝમામે ભારતીય ટીમ સામે બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો…

વર્લ્ડ કપમાંથી ફેંકાયા પછી પણ PAKની અવળચંડાઇ:ઈન્ઝમામે ભારતીય ટીમ સામે બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો...
વર્લ્ડ કપમાંથી ફેંકાયા પછી પણ PAKની અવળચંડાઇ:ઈન્ઝમામે ભારતીય ટીમ સામે બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો...

ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. 24 જૂને એક રોમાંચક મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું અને સેમિફાઈનલમાં જગ્યા બનાવી. ત્યારે હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો વર્લ્ડ કપમાં ભારતના શાનદાર પ્રદર્શનને પચાવી શક્યા નથી.

વર્લ્ડ કપમાંથી ફેંકાયા પછી પણ PAKની અવળચંડાઇ:ઈન્ઝમામે ભારતીય ટીમ સામે બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો… ભારતીય

આ જ કારણ છે કે ટીવી પર બેસીને પૂર્વ ક્રિકેટર્સ ટીમ ઈન્ડિયા વિશે ખોટાં નિવેદનો આપી રહ્યાં છે. ભારત-ઓસ્ટ્રેલિયા મેચ બાદ પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટને મેચ દરમિયાન ભારતીય ટીમ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો હતો

પાકિસ્તાન ક્રિકેટના મહાન બેટરમાંના એક અને ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે ભારતીય ટીમ પર સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનની સ્પોર્ટ્સ 24 ન્યૂઝ ચેનલ પર ઈન્ઝમામે ટીમ ઈન્ડિયા પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે બોલિંગ કરતી વખતે ભારતીય ટીમ પર આ આરોપ લગાવ્યો હતો.

વર્લ્ડ કપમાંથી ફેંકાયા પછી પણ PAKની અવળચંડાઇ:ઈન્ઝમામે ભારતીય ટીમ સામે બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો… ભારતીય

તેણે કહ્યું, ’ઇનિંગની 15મી ઓવરમાં અર્શદીપ સિંહને સ્વિંગ મળી રહ્યો હતો. આ મારા માટે આશ્ચર્યજનક હતું. આનો અર્થ એ થયો કે 12મી અને 13મી ઓવર સુધીમાં બોલ રિવર્સ માટે તૈયાર હતો. અમ્પાયરોએ તપાસ કરવી જોઈએ કે શું ભારતે બોલ સાથે ચેડાં કર્યાં છે.

ઈન્ઝમામના આ આરોપને અન્ય પાકિસ્તાની ક્રિકેટર સલીમ મલિકે પણ સમર્થન આપ્યું હતું. સલીમે કહ્યું કે આ મામલે તપાસ નહીં થાય. ભારતીય ટીમ સહિત કેટલીક ટીમને તપાસમાંથી મુક્તિ મળે છે. જ્યારે ખાલી અમારી ટીમ સામે જ તપાસ થાય છે.

વર્લ્ડ કપમાંથી ફેંકાયા પછી પણ PAKની અવળચંડાઇ:ઈન્ઝમામે ભારતીય ટીમ સામે બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો… ભારતીય

ઈન્ઝમામે આગળ કહ્યું, ’મેં હંમેશાં કહ્યું છે કે જ્યારે કેટલીક ટીમની વાત આવે છે ત્યારે અધિકારીઓ આંખો બંધ કરે છે, ભારત તેમાંથી એક છે. આ પછી ઈન્ઝમામે કહ્યું, ’જો પાકિસ્તાની બોલરોએ આવું કંઈક કર્યું હોત તો ઘણો ઘોંઘાટ થયો હોત.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here