વરરાજાને લગ્ન મંડપમાંથી જ ઉઠાવી ગઈ પોલીસ !

લગ્નમંડપ માંથી જાન પાછી આવી !
લગ્નમંડપ માંથી જાન પાછી આવી !

લગ્ન મંડપમાં ૧૦૦થી વધુ લોકોની હાજરી હતી

કોરોના વાયરસે આખા દેશમાં હાહાકાર મચાવી રાખ્યો છે. તેના લીધે પંજાબમાં પણ વીકેન્ડ લોકડાઉન લાગુ છે. પ્રશાસનની તરફથી લોકોને કોવિડ નિયમનું પાલન કરવાનું કહૃાું છે. તેમ છતાંય તેના કેટલાંક લોકો કોરોનાના ખતરાને સમજી શકયા નહીં. એક આવો જ મામલો પંજાબના જલંધરથી આવ્યો છે. જ્યાં એક લગ્ન સમારંભમાં ૧૦૦થી વધુ લોકો એકત્રિત થયા હતા. જ્યારે પોલીસને આ કેસની માહિતી આપી તો સખ્ત એકશન લેવાયું.

Subscribe Saurashtra Kranti here

લગ્ન મંડપ લગ્ન મંડપમાં ૧૦૦થી વધુ લોકોની હાજરી હતી. નિયમ પ્રમાણે લગ્નમાં ૨૦ લોકો માટે ડેપ્યુટી કમિશ્ર્નર પાસેથી મંજૂરી લેવી જરૂરી છે. સ્થળ પર તપાસ દરમ્યાન પોલીસને ખબર પડી કે તેમની પાસે આ પ્રકારની પણ કોઇ મંજૂરી નથી. તો પોલીસે કાર્યવાહી કરતાં વરરાજા અને છોકરીના દાદાને સરકારી ગાડીમાં બેસાડી પોલીસસ્ટેશન લઇ ગયા.

પોલીસ સ્ટેશનમાં દાદા અને વરરાજાની પૂછપરચ્છ કરાઇ તો તેમણે કહૃાું કે આટલા લોકો લગ્નમાં કેવી રીતે અને કયાંથી આવી ગયા તેના અંગે તેમને બિલકુલ ખબર નથી. છોકરાએ કહૃાું કે માત્ર ૨૦ લોકોને જ લગ્નમાં બોલાવ્યા હતા. આટલા લોકો કયાંથી આવી ગયા એ જ ખબર નથી.

Read About Weather here

પોલીસે છોકરાવાળા અને છોકરીના પક્ષના ચાર લોકોની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો અને બે કલાક બાદ વરરાજા અને દાદાને જામીન પર છોડાયા. પછી વરરાજા પોતાની વહુરાણીને કારમાં લઇ પોતાના ઘરે જતા રહૃાા. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here