એલપીજી બુકિંગમાં ગ્રાહકોને મળી શકે છે મોટી રાહત !

એલપીજી બુકિંગ
એલપીજી બુકિંગ

એલપીજી રિફિલ માટે ગ્રાહકો ફક્ત પોતાની જ ગેસ એજન્સી પર નિર્ભર ન રહે

એલપીજી ગેસ સિલિન્ડરના બુકિંગને લઈને ગત વર્ષે ૧ નવેમ્બર ૨૦૨૦થી કેટલાક ફેરફાર લાગુ થયા હતા. જેમા ગેસ સિલિન્ડરના બુકિંગ માટે OTP બેસ્ડ કરવામાં આવ્યું હતું. જેનાથી બુકિંગ સિસ્ટમ વધુ સુરક્ષિત અને સારી થઈ શકે. હવે એકવાર ફરીથી એલપીજી બુકિંગ અને ડિલિવરી સિસ્ટમને વધુ સરળ બનાવવાની તૈયારી થઈ રહી છે.

સરકાર અને ઓઈલ કંપનીઓ એ વાત પર વિચાર કરી રહી છે કે ગ્રાહકો માટે એલપીજી ગેસ બુકિંગ અને રિફિલની આખી પ્રક્રિયા કેવી રીતે સરળ અને તેજ કરવામાં આવે. સૂત્રોના હવાલે માહિતી મળી છે કે ગત વર્ષે જ્યારે એલપીજી ના નવા નિયમો પર ચર્ચા થઈ રહી હતી ત્યારે એ વાત ઉપર પણ વિચાર કરવામાં આવ્યો કે એલપીજી રિફિલ માટે ગ્રાહકો ફક્ત પોતાની જ ગેસ એજન્સી પર નિર્ભર ન રહે. તેની નજીક જે પણ બીજી ગેસ એજન્સી હોય તેના દ્વારા તેઓ એલપીજી સિલિન્ડર રિફિલ કરાવી લે. સરકાર અને ઓઈલ કંપનીઓ આ માટે એક ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ તૈયાર કરશે.

Subscribe Saurashtra Kranti here

અનેકવાર ગ્રાહકોએ પોતાની જ ગેસ એજન્સીથી બુકિંગ બાદ રિફિલ માટે લાંબી રાહ જોવી પડે છે કારણ કે ગ્રાહકોની ગેસ એજન્સી તેના ઘરની નજીક ન હોઈ કોઈ અન્ય વિસ્તારમાં હોય છે. જ્યાંથી ડિલિવરી મળવામાં મોડું થાય તે સ્વાભાવિક છે. હવે એ વાત પર વિચાર થઈ રહૃાો છે કે ગ્રાહકની ગેસ એજન્સી કોઈ પણ હોય, તે રિફિલ કોઈ પણ ગેસ એજન્સી પાસે કરાવી શકે છે. ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ(BPCL) અને હિન્દૃુસ્તાન પેટ્રોલિયમ(HPCL) ત્રણ કંપનીઓ મળીને એક ખાસ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે. સરકારે ઓઈલ કંપનીઓને આ અંગે નિર્દેશ પણ બહાર પાડ્યા છે.

Read About Weather here

આ ઉપરાંત હવે તમે 5 કિલોવાળા છોટુ સિલિન્ડર કેનેક્શન માટે એડ્રસ પ્રુફની જરૂર નહીં પડે. આ નાના ગેસ સિલિન્ડરનો ફાયદો એવા લોકોને મળશે જે પ્રવાસી છે. તેમને આ માટે એડ્રસ પ્રુફની વ્યવસ્થા કરવી ખુબ મુશ્કેલ રહે છે. આવામાં આ સિસ્ટમ તેમના માટે સુવિધાજનક સાબિત થશે. આ નાના સિલિન્ડરને દેશભરના કોઈ પણ પોઈન્ટ ઓફ સેલ કે ડિસ્ટ્રિબ્યુટરશિપ લોકેશનથી રિફિલ કરાવી શકાય છે. જેનો અર્થ એ થયો કે તેને પેટ્રોલ પંપ પરથી પણ લઈ શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here