Latest : હવે લોકડાઉન માટે તૈયાર થઇ જાવ, ઉધ્ધવ ઠાકરેની ચિમકી

ઉધ્ધવ ઠાકરે
ઉધ્ધવ ઠાકરે

Subscribe Saurashtra Kranti here

ઉધ્ધવ ઠાકરે જણાવ્યું હતું કે, અનાજ ઘરોનો પુરવઠો અટકે નહીં અને મેડિકલ સહિતની સેવાઓમાં વિઘન ન આવે એ રીતે નિયંત્રણો લાગુ કરવાનું આયોજન

એનસીપી અને ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ, વધુ નિયંત્રણની તરફેણ

મહારાષ્ટ્રમાં કોરોના વધુને વધુ બેકાબુ : એક’દિમાં 40414 કેસ

ઉધ્ધવ ઠાકરેની ચિમકી

મુંબઇ અને મહારાષ્ટ્રના કોરોનાના કેસોએ બેફામ ઉછાડો મારવાનું ચાલુ રાખતા રાજય સરકાર ગંભીરતાથી લોકડાઉન લાદવાનું વિચારી રહી છે. જેનો ભાજપ અને એનસીપી વિરોધ કરી રહયા છે. મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ બીજા રાજય વ્યાપી લોકડાઉન માટેની રૂપ રેખા તૈયાર કરવા માટે તમામ જિલ્લા વહીવટી તંત્રેન આદેશ આપ્યો છે. લોકડાઉનની વિચારણાથી શિવશેનાના સાથી પક્ષો રોષે ભરાયા છે. ભાજપે પણ લોક આંદોલન કરવાની ચેતવણી આપી છે.

સોમવારે મહારાષ્ટ્રમાં 40414 હજારથી વધુ કેસો નોંધાયા હતા. તેના આગલા દિવસે 31643 કેસો નોંધાયા હતા. આથી રાજય સરકાર લોકડાઉનનું આયોજન કરવાનું ગંભીરતાથી વિચારી રહી છે. જો કે આ પગલામાં લોકોમાં ગંભીર પડઘા પડવાની શકયતા છે. નિષ્ણાંતો એવી સલાહ આપી રહયા છે, લોકોએ અગાઉ પણ લોકડાઉનને કારણે ઘણુ સહન કર્યુ છે. ઘણાએ નોકરી પણ ગુમાવી છે. એનસીપીના પ્રવકતા અને ઠાકરે કેબીનેટના મંત્રી નવાબ મલીકે જણાવ્યું હતું કે, મોટા ભાગના મંત્રીઓ લોકડાઉનની વિરૂધ્ધમાં છે.

Read About Weather here

મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે જણાવ્યું હતું કે, અનાજ ઘરોનો પુરવઠો અટકે નહીં અને મેડિકલ સહિતની સેવાઓમાં વિઘન ન આવે એ રીતે નિયંત્રણો લાગુ કરવાનું આયોજન થવું જોઇએ. લોકડાઉનમાં પણ આ સેવાઓ ચાલુ રહેવી જોઇએ. 2 એપ્રીલે ફરી સમીક્ષા બેઠક બોલાવી છે. અંતિમ ઉપાય રૂપે જ લોકડાઉન લાદવામાં આવનાર છે. જયારે શેનાના શાસદ સંજય રાઉતે એવી ભલામણ કરી છે કે, લોકડાઉનને બદલે વધુ નિયંત્રણો લાદવામાં આવે એ જરૂરી છે. કેસમાં આજે કોરોનાના 56 હજારથી વધુ કેસો નોંધાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here