મ્યાંનમારમાં લશ્કરી દળોના દમન છતાં ભારતે પરેડમાં પ્રતિનિધિ મોકલતા સર્વત્ર ટીકા

મ્યાનમાર-દમન
મ્યાનમાર-દમન

Subscribe Saurashtra Kranti here

મ્યાંનમારમાં ભારે લશ્કરી દમન અને નિર્દોષ લોકો પર હવાઇ હુમલા થઇ રહયા

ભારતની સાથે પાકિસ્તાન સહિતના 7 દેશોએ મીલીટરી પરેડમાં ભાગ લીધો

મ્યાંનમારમાં ભારે લશ્કરી દમન અને નિર્દોષ લોકો પર હવાઇ હુમલા થઇ રહયા હોવા છતાં મ્યાંનમારની લશ્કરી પરેડમાં ભારત અને અન્ય સાત દેશોએ લશ્કરી પ્રતિનિધિ મોકલતા સર્વત્ર ટીકા થઇ રહી છે. શનિવારે મ્યાંનમારના સશસ્ત્ર દળો દિવસની પરેડમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, વિએટનામ, રશીયા, થાઇલેન્ડ વગેરેએ દેશની પરેડમાં ભાગ લીધો હતો.

રવિવારે યુનોએ મ્યાંનમારના લશ્કરી દમનની આકરી ટીકા કરી હતી. શાંતીથી દેખાવો કરી રહેલા લોકો પર વ્યાપક, ધાતકી અને પધ્ધતીસરના હુમલાએ યુનોએ વખોડી કાઢયા છે.

Read About Weather here

મ્યાંનમારના લશ્કરી બળવા અંગે પણ અગાઉ ભારતે કોઇ પ્રતિક્રિયા આપી ન હોતી. દેખાવ કારોના હત્યા કાંડ વિશે પણ ભારતે મૌન સેવ્યું હતું. દરમ્યાન લશ્કરની પરેડમાં ભાગ લેતા તેના ઘેરા પડઘા પડયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here