રાહુલ ગાંધી ગુજરાત બાદ હવે મણિપુર – આસામ પ્રવાસે : 14 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે ત્રીજી વખત મુલાકાત…

રાહુલ ગાંધી ગુજરાત બાદ હવે મણિપુર - આસામ પ્રવાસે : 14 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે ત્રીજી વખત મુલાકાત...
રાહુલ ગાંધી ગુજરાત બાદ હવે મણિપુર - આસામ પ્રવાસે : 14 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે ત્રીજી વખત મુલાકાત...

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 8 જુલાઈના રોજ મણિપુર અને આસામના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ દરમિયાન તેઓ બંને રાજ્યોના અલગ-અલગ જિલ્લામાં હિંસા અને પૂરથી પ્રભાવિત લોકોને મળશે. મણિપુર કોંગ્રેસના પ્રમુખ કે. મેઘચંદ્રના જણાવ્યા અનુસાર રાહુલ પહેલા દિલ્હીથી સિલચર અને ત્યાંથી જીરીબામ જિલ્લામાં જશે.

રાહુલ ગાંધી ગુજરાત બાદ હવે મણિપુર - આસામ પ્રવાસે : 14 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે ત્રીજી વખત મુલાકાત… આસામ

મે 2023માં હિંસા શરૂ થયા બાદ રાહુલની મણિપુરની આ ત્રીજી મુલાકાત હશે. આ પહેલા રાહુલે જાન્યુઆરી 2024માં મણિપુરના થોબલથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી.

અહેવાલો અનુસાર, રાહુલ ગાંધી મોઇરાંગ અને ચુરાચંદપુરમાં બનેલા રીલીફ કેમ્પોની મુલાકાત લેશે . તેઓ અહીં પીડિતોને મળશે અને તેમની ખબર-અંતર પૂછશે. પ્રદેશ કોંગ્રેસ અનુસાર, રાહુલ રાજ્યના કેટલાક અન્ય જિલ્લાઓની પણ મુલાકાત લઈ શકે છે અને હિંસા પ્રભાવિત પરિવારોને મળી શકે છે.

રાહુલ ગાંધી ગુજરાત બાદ હવે મણિપુર - આસામ પ્રવાસે : 14 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે ત્રીજી વખત મુલાકાત… આસામ

આસામની મુલાકાત દરમિયાન રાહુલ કચર જિલ્લાના સિલચરમાં કુંભીગ્રામ એરપોર્ટ પર રોકાશે. અહીંથી તે લખીપુરમાં પૂર રાહત શિબિરમાં જશે અને ત્યાં આશ્રય લઈ રહેલા લોકો સાથે વાત કરશે. આ શિબિર એ માર્ગ પર છે જ્યાંથી રાહુલ ગાંધી મણિપુરના જીરીબામ જિલ્લામાં પહોંચશે.

રાહુલ ગાંધી ગુજરાત બાદ હવે મણિપુર - આસામ પ્રવાસે : 14 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે ત્રીજી વખત મુલાકાત… આસામ

આસામમાં પૂરથી 28 જિલ્લાના લગભગ 22.70 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યમાં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં કુલ 78 લોકોના મોત થયા છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here