રાહત પેકેજનું સંપૂર્ણ અમલીકરણ થયું તો અમેરિકામાં સંપૂર્ણ રોજગાર પૂર્વવત્ થશે

નાણાંપ્રધાન જેનેટ યેલેનનું નિવેદન

અમેરિકી પ્રમુખ જો બાઇડનના ૧૯૦૦ અબજ ડોલરનું રાહત પેકેજનું સંપૂર્ણ અમલીકરણ થયું તો વર્ષ ૨૦૨૨માં સંપૂર્ણ રોજગાર પેદા કરશે, એમ ટ્રેઝરી સચિવ જેનેટ યેલેને કહૃાું હતું. લાંબા સમય સુધી આપણે કેમ સહન કરી રહૃાા છીએ, કેમ કે રિકવરી થઈ રહી છે. જો પેકેજ પાસ થઈ જશે તો આવતા વર્ષ સુધી સંપૂર્ણ રોજગાર પેદૃા થશે.

યુએસ અનએમ્પ્લોયમેન્ટનો દર અનેક વર્ષ સુધી સ્થિર રહેશે. વર્ષ ૨૦૨૫ સુધીમાં બેરોજગાર દર ઘટીને ચાર ટકાએ ફરી વાર આવી જશે, એમ તેમણે કહૃાું હતું. ડિસેમ્બર, ૨૦૨૦માં ૨,૨૭,૦૦૦ નોકરીઓ ઘટ્યા પછી અમેરિકન કંપનીઓએ જાન્યુઆરીમાં ૪૯,૦૦૦ નોકરીઓ ઊભી કરી હતી, એમ લેબર ડિપાર્ટમેન્ટે રિપોર્ટમાં કહૃાું હતું. જાન્યુઆરીમાં બેરોજગાર દર ૦૪ ટકા ઘટીને ૬.૩ ટકા આવી ગયો છે, જે કોરોના રોગચાળા પહેલાં ફેબ્રુઆરી, ૨૦૨૦માં ૩.૫ ટકાના સ્તરે હતો. કોવિડ-૧૯ના ૧.૯ અબજ ડોલરના રાહત પેકેજ-અમેરિકન રેસ્ક્યુ પ્લાનને લીધે સંભવિત ફુગાવો વધવાનું જોખમ છે, એમ યેલને કહૃાું હતું. મારા પુરોગામીઓએ સંકેત આપતાં કહૃાું હતું કે આને લીધે ફુગાવો વધશે. મેં ફુગાવા પર અભ્યાસ કરવામાં ઘણાં વર્ષો કર્યો છે, એમ તેમણે કહૃાું હતું. કોંગ્રેસનાં બંને સસદે પાંચ જાન્યુઆઈએ ડેમોક્રેટ્સે બાઇડનના રાહત પેકેજને રિપબ્લિકનોના ટેકા વગર પસાર કર્યું હતું.

કોરોના ટેસ્ટિંગ અને રસીના વિતરણ માટેનું ૧.૯ અબજ ડોલરનું રાહત પેકેજ સહિત ૪૦૦ અબજ ડોલરનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાંથી ઘરેલુ અને ૪૦૦ અબજ ડોલર કરતાં વધુના નાના અને વેપારી સમુદાયને રાહત આપવામાં માટે એક અબજ ડોલરનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.