રાજકોટમાં 1લી ઓગસ્ટે છાત્રોને ‘નમો’ ટેબ્લેટનું વિતરણ કરાશે

રાજકોટમાં 1લી ઓગસ્ટે છાત્રોને ‘નમો’ ટેબ્લેટનું વિતરણ કરાશે
રાજકોટમાં 1લી ઓગસ્ટે છાત્રોને ‘નમો’ ટેબ્લેટનું વિતરણ કરાશે

રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી નિમિતે જ્ઞાન શકિત દિવસ ઉજવાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજયભરમાં 1 થી 10 ઓગસ્ટ દરમ્યાન પાંચ વર્ષ, આપણી સરકારના-સૌના સાથ, સૌના વિકાસના વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને યોજાનારા રાજયવ્યાપી કાર્યક્રમની શૃંખલા અન્વયે આગામી પહેલી ઓગસ્ટે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવશે

Subscribe Saurashtra Kranti here .

જેના અનુસંધાને રાજકોટની ચાર શૈક્ષણિક સંસ્થાઓ, કણકોટ એન્જીનીયરીંગ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી અને આત્મીય યુનિવર્સિટી ખાતે છાત્રોને વિવિધ શૈક્ષણિક લાભો અર્પણ કરવામાં આવશે.

જેમાં સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી યોજાનાર કાર્યક્રમમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર છાત્રોને ‘નમો’ ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરાશે, અને ‘શોધ’ કાર્યક્રમ અન્વયે પી.એચ.ડી. કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત કરાશે.

Read About Weather here

પહેલી ઓગસ્ટે રાજકોટની સરકારી એન્જીનીયરીંગ કોલેજ, કણકોટ, ખાતે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે, આત્મીય યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમો યોજાશે, જેમાં અંદાજે 900 થી વધુ છાત્રો લાભાન્વિત થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here