રાજકોટના આંગણે ‘રામની અયોધ્યા’નું સર્જન કરાશે

Subscribe Saurashtરાજકોટના આંગણે ‘રામની અયોધ્યા’નું સર્જન કરાશેra Kranti here
રાજકોટના આંગણે ‘રામની અયોધ્યા’નું સર્જન કરાશે

ખાસ રામ વનમાં અયોધ્યાના પ્રસંગો કંડારવાનું આયોજન:ધર્મ પ્રેમી રાજકોટવાસીઓને મહાનગરપાલિકાની અનોખી ભેટ, થીમ આધારીત સ્કલ્પચર ઉભા કરાશે

અન્ય આકર્ષણોમાં કુદરતી પાણીના સ્ત્રોત, પાણીના પરબ, બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ, એમપી થીયેટર બનશે: સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રામ વનના સ્કલ્પચર માટે રૂ.1.61 કરોડનો ખર્ચ મંજુર

રાજકોટ શહેરના ધરમુળથી કાયા કલ્પની દિશામાં એક વધુ મહત્વનું કદમ માંડવામાં આવી રહયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજીડેમ ખાતે સાકાર થઇ રહેલા અર્બન ફોરેસ્ટમાં ખાસ રામ વનનું નિર્માણ કરવામાં આવી રહયું છે. જેમાં અયોધ્યાના મહત્વના પ્રસંગોની થીમના આધારે સ્કલ્પચર સહિતની કુલ 23 આઇટમ ધર્મ પ્રેમી જનતાને ચરણે ધરવામાં આવશે.

Subscribe Saurashtra Kranti here

આ માટે સ્કલ્પચર વગેરેના રૂ.1.61 કરોડના ખર્ચને આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં બહાલી આપી દેવામાં આવી છે.  વોર્ડ નં.15માં મનપા દ્વારા આજીડેમના ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં હાઇ-વેથી નજીક આસરે 47 એકર જમીન પર રામ વનના નામે અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવી રહયું છે. અહીં ભગવાન શ્રીરામના જીવન પ્રસંગો પર આધારીત સ્કલ્પચર કંડારીને મુકવામાં આવશે. અને એ રીતે બ્યુટી ફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. એલ-1 એજન્સી દ્રષ્ટિ આર્ટ ઝોન રાજકોટ તરફથી રૂ.1.61 કરોડમાં સ્કલ્પચર સહિતની 23 આઇટમની કામગીરી કરવામાં આવશે. ફોરેસ્ટની થીમ સાથે તાલમેલ મળે એ રીતે કામ કરવામાં આવશે. 

મનપાની એક યાદી જણાવે છે કે, રામ વનમાં મુકાનારી આઇટમમો રાજકોટીયન માટે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ આઇટમમાં ધનુષ બાણ સાથેનો મુખ્ય દરવાજો, રામનું સ્કલ્પચર, રામ-સીતાજી અને લક્ષ્મણના સ્કલ્પચર, જટાયુ આકારનો દ્વાર, ભગવાન રામ અને કેવટનું સ્કલ્પચર, રામ સીતા વનવાસ, રામ-લક્ષ્મણ અને સબરી, ચાખડી, સુગ્રીવ અને જાંબુવાન સાથે રામનો મેળાપ, વાનર સેના અને રામ સેતુ, સંજીવની પહાડ સાથે હનુમાનજી, રામ રાજયાભિષેક, રામ વનવાસનો પથ્થ, પથ્થ વે પાસે મ્યુરલ, સોફા ટાઇપ બેન્ચ, સાદી બેન્ચ, રેલીંગ, ફોરેસ્ટ હટ-ગજેબો, નોર્મલ હટ, લાકડાનો પુલ, દિવાલો પર કલેડીંગ, યોગ કરતા બાળકોનું ચિત્ર, વગેરે આઇટમનો સમાવેશ થાય છે.

Read About Weather here

1200 રનીંગ ફુટની રેલીંગ બનશે.  રામ વનમાં અન્ય આકર્ષણમાં સાયકલ ટ્રેક, વોકીંગ ટ્રેક અને ગજેબો, કુદરતી પાણીના સ્ત્રોતનું નવીનીકરણ, પાથ વે, પુલ અને રેલી, પાણીના પરબ, બાળકોને પ્લે ગ્રાઉન્ડ, પ્રદર્શન યોજવાનું પ્લેટફોર્મ, ઓપન એર એમફી થીયેટર, રોડ જંકશન આઇલેન્ડ, સોલાર લાઇટસ અને ટોયલેટ બ્લોકસ વગેરે પણ નિર્માણાધિન છે. પ્રથમ તબક્કામાં રૂ.7.69 કરોડના ખર્ચે સિવિલ કામો ચાલુ છે તેમ સ્ટેન્ડીંગની એક યાદી જણાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here