રતન ટાટાને ભારત રત્ન આપવા માટે ટ્વિટર પર શરૂ થયું અભિયાન

Bharat Ratna For Ratan Tata હેશટૈગ ટોપ ટ્રેન્ડ થયું

દેશનાં અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરતું એક અભિયાન સોશિયલ મિડીયા પર શરૂ થયું છે, રતન ટાટાનાં પ્રસંશકો ટ્વિટર પર આ અભિયાન ચલાવી રહૃાા છે, ટ્વિટર પર Bharat Ratna For Ratan Tata હેશટૈગ ટોપ ટ્રેન્ડ થઇ રહૃાું છે.

એક જાણીતા મોટીવેશનલ સ્પિકરે રતન ટાટાને ભારત રત્ન અપાવવાની માંગ સાથેની સંબંધીત ટ્વિટ કર્યું , આ ટ્વિટમાં તેમણે લખ્યું કે ભારતનાં પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ અમે કરીએ છિએ, તેમણે વધુમાં વધું લોકોને આ અભિયાન સાથે જોડાવાની અપીલ કરી અને મોટી સંખ્યામાં રિટ્વિટ કરવાની વિનંતી કરી.

ત્યાર બાદ તો ટ્વિટ અને રિટ્વિટની જાણે વર્ષા થઇ ગઇ, રતન ટાટા સાથે સંકળાયેલા હેશટૈગ ટ્રેંડ કરવા લાગ્યું, એક યુઝર લખ્યું, દુનિયાનું સૌથી ઉદાર અને સરળ વ્યક્તિત્વ
રતન ટાટાએ ૨૬/૧૧ હુમલા દરમિયાન ઉદાર અને નેતૃત્વનું આદૃર્શ ઉદૃાહરણ સ્થાપિત કર્યું, અમારા માટે ટાટા સરે ખુબ જ યોગદાન આપ્યું છે, ત્યાં જ એક યુઝરે લખ્યું છે કે ઇમાનદાર માનવ શ્રી રતન ટાટા સર, હું તેમના અંગે ઘણું જાણું છું, હું રતન ટાટાને ભારત રત્ન આફવાની વિનંતી કરૂ છું.