કેરળ એનડીએમાં ભંગાણ : બીડીજેએસએ ભાજપ સાથે ગઠબંધન તોડ્યું

વિધાનસભાની ચૂંટણી પહેલા જ કેરળમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપનું સાથી અને એનડીએમાં સામેલ ભારત ધર્મ જન સેનાએ ગઠબંધન તોડ્યું છે.

બીડીજેએસના કેટલાક નેતાઓએ પાર્ટી છોડીને એક નવી પાર્ટી પણ બનાવી લીધી છે. તેને ભરતી જન સેના નામ આપવામાં આવ્યું છે. હજી બે દિવસ પહેલા જ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસના કેરળના પ્રવાસે ગયા હતા.

બીજેએસના નેતાઓએ આ વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાનીવાળા ગઠબંધનની સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેમાં કોંગ્રેસ ઉપરાંત યુડીએફ પણ સામેલ છે. બીજેએસના નેતાઓએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે સત્તાધારી એલડીએએફની સાથે ચોરી-છુપાઈને મળીને ચૂંટણી લડી રહૃાું છે.

બીજેએસના નેતા વી ગોપાકુમાર અને એનકે નીલકંદને કહૃાું હતું કે એલડીએએફ સરકારે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેસને મંજૂરી આપી. તે હિન્દુઓની આસ્થા સાથે રમત છે. યુડીએફની સરકાર બનતા જ તેની વિરુદ્ધ વટહુકમ લાવવામાં આવશે.