’મોદી સરકાર તારીખ પર તારીખ આપી રહી છે’ અંતિમ વાક્ય લખી ખેડૂતનો આપઘાત

નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા સતત આંદોલન કરવામાં આવી રહૃાું છે ત્યારે વધુ એક ખેડૂતે આપઘાત કરી લીધો છે અને બીજા એક ખેડૂતનું હાર્ટ અટેકથી મોતના સમાચાર આવી રહૃાા છે. આપઘાત કરનાર ખેડૂત ઠડોય સમય પહેલા જ આંદૃોલનમાં જોડાયા હતા અને ખેડૂતોના સાથીદારોએ કહૃાું કે તે ગઇકાલે ખૂબ જ નિરાશ હતા. મોડી રાતે આ ખેડૂતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો.

ટિકરી બોર્ડર આંદોલનની વચ્ચે ખૂબ માઠા સમાચાર સામે આવી રહૃાા છે. વહેલી સવારમાં એક ખેડૂત ફાંસીમાં લટકતી હાલતમાં પ્રાપ્ત થયા ત્યાં બીજા એક ખેડૂતનું પણ મોત થયું છે. ખેડૂતો નેતાઓનું કહેવું છે તે ખેડૂતનું મોત હાર્ટ અટેકના કારણે થયું છે.

આપઘાત કરનાર ખેડૂતો જિંદના સિંહવાલાના રહેવાસી હતા અને ઉંમર ૫૦ વર્ષની હતી. તેમણે બસસ્ટેન્ડ પાસે એક ઝાડ પર ફાંસી લગાવીને આપઘાત કરી લીધો. અને વહેલી સવારે ખેડૂતોને તેમનું શબ પ્રાપ્ત થયું. સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે ભારતીય કિસાન યુનિયન જિંદાબાદ. આ મોદી સરકાર તારીખ પર તારીખ આપી રહી છે એટલે કોઈ અંદાજો નથી કે આ કાળા કાયદા ક્યારે રદ્દ થશે.