મહિલા હોકીમાં ઇતિહાસ રચાયો:ભારત ઓલિમ્પિક સેમિફાયનલમાં

મહિલા હોકીમાં ઇતિહાસ રચાયો:ભારત ઓલિમ્પિક સેમિફાયનલમાં
મહિલા હોકીમાં ઇતિહાસ રચાયો:ભારત ઓલિમ્પિક સેમિફાયનલમાં

પુરૂષ હોકી ટીમ સેમીફાઇનલમાં પહોંચી, 49 વર્ષ લાંબો ઇતેજાર ખતમ: બેડમીન્ટમાં કાંસ્ય જીતી, બે ઓલિમ્પિક ચંદ્રક મેળવનાર પહેલી ખેલાડી બની પી.વી.સિંધુ: ચહેરા પર 13 ટાંકા છતાં બહાદુરીથી લડી બોકસર સતિષકુમાર પરાજીત

ટોકિયો ઓલિમ્પિકનાં હોકી વિભાગમાં ભારતની મહિલા અને પુરૂષ ટીમોએ અભુતપૂર્વ અને શાનદાર દેખાવ કર્યો છે. ભારતિય મહિલા હોકી ટીમે આજે ઓસ્ટેલીયાને 1-0થી પરાજય આપી પહેલીવાર ઓલિમ્પિકના સેમીફાઇન્લમાં પ્રવેશ કરીને એક નવો ઇતિહાસ આલેખી દીધો છે. ઓલિમ્પિકના ઇતિહાસમાં પહેલીવખત ભારતિય મહિલા ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે.

બીજી તરફ પુરૂષ હોકી સ્પર્ધામાં ભારતીય ટીમે જાનદાર દેખાવ કરીને 49 વર્ષના લાંબા અંતરાય બાદ ઓલિમ્પિક હોકી સેમીફાઇનલમાં વટભેર પ્રવેશ કર્યો છે. બીજી તરફ એથલેટીક્ષમાં ભારતને નિરાશા સાપડી છે. ભારતની દુતીચંદ 200 મીટર સેમીફાઇનલ માટે કવોલી ફાઇ થઇ નથી.

Subscribe Saurashtra Kranti here

બેડમીંનટનમાં પી.વી.સિંધુએ કાશાનો ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ઓલિમ્પિક બેડ મીન્ટનમાં બે ચંદ્રક મેળવનાર પહેલી ભારતીય ખેલાડી તરીકેનું બહુમાન સિંધુએ પ્રાપ્ત કર્યુ છે.
મહિલા હોકીમાં શકિતશાળી હરીફ ઓસ્ટેલીયા સામે રમાયેલા જોરદાર અને રસાકસી ભર્યા મુકાબલામાં ભારતીય ટીમે શકિશાળી ઓસ્ટેલીયાને 1-0થી પરાજીત કરી મોટો અપસેટ સર્જીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ભારતને વિજય બનાવનાર એકમાત્ર ગોલ ગુરજીત કૌરે ફટકાર્યો હતો. ગુરજીતે વિજય બાદ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય દિવસોથી આખી ટીમ સખત પરીશ્રમ કરી રહી છે તેનું આ પરીણામ છે. આજે ગૌરવ ભર્યો દિવસ છે. આખી ટીમ એક પરીવારની જેમ સાથે મળીને દરેક મેચમાં લડત આપે છે અને દેશવાસીઓનો પણ એટલો જ જોરદાર ટેકો મળ્યો છે.

બુધવારે સેમીફાઇનલમાં સુફાની રાણી રામપાલની આગેવાની નીચે ભારતીય મહિલા ટીમ આરજેનટીના સાથે ટકરાશે. સમગ્ર મેચ દરમ્યાન ભારતીય મહિલાઓએ અદભુત રમતનું પ્રદર્શન કર્યુ હતું અને ચંદ્રકની દાવેદાર ઓસ્ટેલીયાની ટીમની કારી ફાવવા દીધી ન હોતી.

Read About Weather here

પુરૂષ હોકીમાં પણ ભારતે સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે અને 49 વર્ષના ઇન્તેજારનો અંત લાવ્યા છે. સેમીફાઇનમાં ભારતનો મુકાબલો બેલીઝયમ સાથે થશે. કવાટર ફાઇનલમાં ભારતીય પુરૂષ હોકી ટીમે ધ્યાનચંદ યુગની યાદ આપીને જોરદાર રમતનું પ્રદર્શન કર્યુ હતું અને ગ્રેટબ્રિટનને 3-1થી પરાજય આપી અધડી સદી જેવા લાંબા ગાળા બાદ ઓલિમ્પિક હોકી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

બોક્સિગંમાં ઇજાગ્રસ્ત થયા છતાં અને ચહેરા પર 18 ટાંકા આવ્યા છતાં ભારતના બોકસર સતિષ કુમારે કવાટર ફાઇનલમાં બહાદુરી સાથે લડત આપી હતી પણ ઉઝબૈક્સિતસ્તાનના જલાલો સામે પરાજય થયો હતો. જલાલો અત્યારે વિશ્ર્વ ચેમ્પીયન છે છતાં સતિષ કુમારે ઇજાની હાલતમાં જોરદાર લડત આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here