મહિલા પોલીસ સ્ટેશનનો નવતર પ્રયોગ ઘરેલુ પ્રશ્નોમાં બન્ને પક્ષોનું ઓનલાઇન કાઉન્સેલીંગ

પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ હોય જેમા અરજદારના તમામ પ્રશ્નોનું નિવારણ પણ લાવી શકાય
પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ હોય જેમા અરજદારના તમામ પ્રશ્નોનું નિવારણ પણ લાવી શકાય

Subscribe Saurashtra Kranti here

હાલમાં કોરોના જેવી મહામારીને ધ્યાનમાં લઇ કોરોના સંક્રમણ વધતું અટકાવી શકાય અને અરજદારએ તેમના ઘરેલુ પ્રશ્ન બાબતે મહિલા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ હોય જેમા અરજદારના તમામ પ્રશ્નોનું નિવારણ પણ લાવી શકાય તેમજ અરજદારનું પુન: સ્થાપન થઇ શકે તેવા શુભ હેતુથી અરજદાર રાજકોટ મુકામે રહેતા હોય અને તેમના સામાવાળા પક્ષ (સાસરીયા પક્ષ) બહારગામ રહેતા હોય.

તેવી પરીસ્થીતીમાં તેમજ હાલ કોરોના કાળ દરમ્યાન સામાવાળા બહારગામથી મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવી શકે તેમ ન હોય અને અરજદારના પ્રશ્નોનું ઘર બેઠા ઉકેલ આવી શકે અને કોરોના જેવી ભયંકર બીમારીથી બચી શકે તે માટે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન ખાતે સોશ્યલ મિડીયાનો સદઉપયોગ કરી ઓનલાઇન ઝુમ એપ્લીકેશન દ્વારા અરજદારને તથા તેમના સામાવાળા પક્ષો (સાસરીયા પક્ષ) નુ પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલરોને સાથે રાખી ઓનલાઇન કાઉન્સેલીંગ કરવામાં આવેલ.

Read About Weather here

જેમાં બન્ને પક્ષો વચ્ચે સકારાત્મક પરિણામ લાવી શકાયેલ છે. આમ અરજદારના પ્રશ્નોનું સંતોષકારક નિવારણ ઘર બેઠા તાત્કાલીક લાવી શકાશે અને આ રીતે કોરોના સંક્રમણ વધતુ પણ અટકાવી શકાય તે માટેનો નવતર પ્રયોગ કરી રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનની ટીમ સફળ રહેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here