નામચીન ઇમરાન મેણુની પત્ની સંચાલિત જુગાર ક્લબ ઝડપાઈ

મેણુની પત્ની સંચાલિત જુગાર ક્લબ પર પોલીસે દરોડો
મેણુની પત્ની સંચાલિત જુગાર ક્લબ પર પોલીસે દરોડો

પ્ર.નગર પોલીસે દરોડો પાડી જામનગરની બે મહિલા સહિત 12શખ્સોની ધરપકડ કરી રૂ. 2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

શહેરનાં જામનગર રોડ પર આવેલા ભીસ્તીવાડમાં નામચીન ઇમરાન મેણુની પત્ની સંચાલિત જુગાર ક્લબ પર પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહિત 12શખ્સોની ધરપકડ કરી રૂ.2.70લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ભીસ્તીવાડનો નામચીન અને હાલ ગુજસીયેકનાં ગુનામાં જેલમાં રહેલો ઇમરાન મેણુની પત્ની અલ્કા બહારથી માણસો બોલાવી જુગારનાં સાધનો પુરા પાડી પોતે નાળા ઉઘરાવી આર્થિક લાભ મેળવતી હોવાની બાતમી મળતા. પ્ર.નગરનાં પી.આઈ એલ.એલ.ચાવડાની સુચનાથી પી.એસ.આઈ કે.ડી.પટેલ ડીસ્ટાફનાં હેડ કોન્સ્ટેબલ દેવશીભાઈ, વિજયરાજસિંહ, કુલદીપસિંહ, યુવરાજસિંહ, પ્રદિપસિંહ, અક્ષયસિંહ, અશોકભાઈ, મહાવીરસિંહ મહિલા કોન્સ્ટેબલ માલ્વીકાબેન સહિતનાં સ્ટાફે ખાનગી હકીકતનાં આધારે શહેરનાં ભીસ્તીવાડ ચોક પાસે ખાન પેલેસની બાજુમાં સ્લમ ક્વાર્ટરમાં નામચીન ઇમરાન મેણુની પત્ની અલ્કા પોતાના ભાડાનાં રહેણાંક મકાનમાં જામનગરથી માણસો બોલાવી જુગાર રમાડતી હોય.

Read About Weather here

પોલીસે દરોડા દરમ્યાન જુગાર રમાડતી અલ્કા ઇમરાન મેણુ (ભીસ્તીવાડ), અશોક ગોવિંદ દવે (રહે. પંચવટી મેઈન રોડ સીતારામ એપાર્ટમેન્ટ), અરવિંદ લાલજી ગઢીયા (પેડક રોડ ગાંધી સ્મૃતિ સોસાયટી), પ્રવિણ હિરા બોરીચા (મવડી ચોકડી લાભદીપ સોસાયટી), મનોજ નરોતમ ગજ્જર (રહે. કુવાડવા શિવધારા સોસાયટી), મનીષ દેવરાજ સાવકીયા (રહે. નારાયણનગર પાણીનાં ઘોડા પાસે), નયના રાજેશ લામણીયા (રહે.જામનગર), રિધ્ધિ વિપુલ ચૌહાણ (રહે. જામનગર), જ્યોત્સના પ્રવિણ કુંભારવાડિયા (રહે. આજીડેમ ચોકડી પાછળ તિરુમાળા સોસાયટી) સહિત 12 શખ્સોની ધરપકડ કરી.રોકડા રૂ. 148500 તથા મોબાઈલ ફોન અને બાઈક સહિત કુલ રૂ.270500 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here