મહારાષ્ટ્રમાં આગામી ૬ મહિના સુધી માસ્ક પહેરવું ફરજિયાત, લૉકડાઉન કે કરફયુ નહીં લાગે

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની જાહેરાત

જીવલેણ કોરોના વાઈરસના સંક્રમણને પગલે મહારાષ્ટ્રમાં આગામી ૬ મહિના સુધી માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કરી છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આરે શેડ, કોરોના વાઈરસ અને મેટ્રો શેડ વગેરે મુદ્દા પર સંબોધિત કરી રહૃાાં હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહૃાું કે, એક્સપર્ટ નાઈટ કરફયુ લાગૂ કરવાના પક્ષમાં છે, પરંતુ તેઓ તેમની સાથે સહમત નથી. રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે, પરંતુ પૂરી રીતે નહીં.

આશંકા છે કે, મહારાષ્ટ્રમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કોરોના વાઈરસની બીજી લહેર આવી શકે છે. જો કે એક્સપર્ટનું માનવું છે કે, જે પ્રકારે બ્રિટન અને યુરોપના અન્ય દેશમાં કોરોનાની નવી લહેર આવી છે, તેવી લહેર ભારતમાં આવવાની શક્યતા ઘણી જ ઓછી છે.

મુખ્યમંત્રીએ કહૃાું કે, જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ઓછામાં ઓછા ૬ મહિના માટે આદત બનાવી લેવી જોઈએ. મહા વિકાસ અઘાડી સરકાર પહેલા એક વર્ષ પૂરા થવના લઈને ઉદ્ધવ ઠાકરેએ કહૃાું કે, ૨૮ નવેમ્બરે રાજ્ય સરકારે પોતાનું એક વર્ષ પૂર્ણ કરી લીધુ છે. અનેક લોકોને લાગતુ હતું કે, આ સરકાર બહુ લાંબુ નહીં ચાલે, પરંતુ સરકાર માત્ર પોતાનું એક વર્ષ જ પુરુ નથી કર્યું, પરંતુ સૌથી કપરા સમયનો સામનો પણ કર્યો છે.