મમતા બેનરજીએ નંદીગ્રામ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું

પશ્ર્ચિમ બંગાળ વિધાનસભા જંગ

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે નંદીગ્રામમાંથી આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા મમતા બેનરજી પહેલા શિવ મંદિરમાં પૂજા માટે ગયા હતા અને એ પછી પદયાત્રા કાઢીને ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા.

બીજી તરફ મમતા બેનરજીના હરિફ ઉમેદવાર શુભેન્દ્રુ અધિકારીએ પણ આજે નંદીગ્રામમાં પોતાના કાર્યાલયનુ ઉદઘાટન કરી દીધુ છે. આ પહેલા મમતા બેનરજી પગપાળા જ મહારુદ્ર સિધ્ધનાથ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં પૂજા પણ કરી હતી તથા મહાદેવનો અભિષેક પણ કર્યો હતો.એ પછી તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.જે મંદિરમાં આજે મમતા બેનરજીએ પૂજા કરી હતી તે ૧૦૦૦ વર્ષ જુનુ છે.

મમતા બેનરજી ઉમેદવારી નોંધાવવા માટે ગયા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, એક સમયે મમતાના સેનાપતિ ગણાતા શુભેન્દ્ર અધિકારી અહીંથી ચૂંટણી લડી રહૃાા છે અને આ હાઈપ્રોફાઈલ મુકાબલા પર દેશની નજર રહેશે.