ભાજપ સાંસદ ગિરિરાજ સિંહે કોંગ્રેસ નેતા શશી થરુરના કાનમાં કંઇક કહેતા અટકળો શરુ

સંસદના બજેટ સત્રનો બીજો ભાગ અત્યાર સુધી હોબાળાથી ભરેલો રહૃાો છે. પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના વધતા ભાવોએ વિપક્ષને તક આપી દીધી છે. બંને ગૃહમાં કૉંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષ હોબાળો કરે છે. આ દરમિયાન સંસદ પરિસરથી જ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરની એક ખાસ તસવીર સામે આવી છે. થરૂરને ગળે લગાવીને સિંહ તેમના કાનમાં કંઇક કહેતા જોવા મળી રહૃાા છે. થરૂરના ચહેરા પર સ્મિત છે અને ગિરિરાજ સિંહ પણ હસતા જોવા મળી રહૃાા છે. ત્યારબાદ થરૂરે ટ્વીટ કરીને જણાવ્યું કે, તે સમયે શું થઈ રહૃાું હતુ.

કેટલાક લોકોએ તસવીર જોઇને અટકળો લગાવવાનું શરૂ કર્યું કે શું થરૂર બીજેપીમાં સામેલ થઈ રહૃાા છે. તો કેટલાકે સાચો અંદાજો લગાવ્યો કે બંને મત્સ્ય પાલન વિભાગ/મંત્રાલય વિશે વાત કરી રહૃાા છે. કેટલાકે એ પણ કહૃાું કે, રાજનીતિ ભલે લોકોને અલગ કરતી હોય, પરંતુ નેતા એક-બીજાની નજીક જ હોય છે. કૉંગ્રેસ સાંસદૃ રાહુલ ગાંધીએ ગત દિવસોમાં માછીમારો સાથે વાતચીત કરી હતી કે તેમની પાર્ટીની સરકાર બનશે તો મત્સ્ય પાલન માટે અલગથી મંત્રાલય બનશે.

તેમના આ નિવેદન બાદ બીજેપી નેતાઓ લોકસભામાં પૂછવામાં આવેલા રાહુલના એક પ્રશ્ર્નના આધારે આરોપ લગાવવા લાગ્યા કે રાહુલ ગાંધી જાણે છે કે દેશમાં મત્સ્ય પાલન વિભાગ પહેલાથી છે, પરંતુ માછીમારોને ઉશ્કેરવા માટે ખોટી વાત કહી. આના જવાબમાં રાહુલ ગાંધીએ કહૃાું હતુ કે, તેઓ મત્સ્ય પાલનનું અલગ મંત્રાલય ઇચ્છે છે, ના કે એક વિભાગ. ગિરિરાજે લોકસભામાં પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા.

તેમણે પોતાના અંદાજમાં કહૃાું કે, આમના નેતાને ક્યાંક સ્કૂલ મોકલો. તેમને જણાવો કે ભારતમાં કયા-કયા ડિપાર્ટમેન્ટ કામ કરી રહૃાા છે. નહીં તેઓ ભૂલી જાય છે કે કયા-કયા વિભાગ છે. ગિરિરાજ આ પહેલા પણ રાહુલ ગાંધી પર અલગ મંત્રાલયની વાતને લઇને પ્રહાર કરી ચુક્યા હતા. તેમણે ફેબ્રુઆરીમાં પણ અનેક ટ્વીટ કર્યા હતા.