મકાન માલિકને હેરાન કરતા ભાડુઆતો માટે કાયદૃાનો દુરુપયોગ માટે સુપ્રિમનો ક્લાસિક ફેંસલો

સુપ્રીમનો મહત્વપૂર્ણ ચૂકાદો…!
સુપ્રીમનો મહત્વપૂર્ણ ચૂકાદો…!

મકાન માલિક અને ભાડુઆતના ઝઘડા કોઇ પણ જગ્યાએ એક સામાન્ય વાત છે. વિવાદ વધતા મામલો કોર્ટમાં પણ જાય છે અને ફેંસલો પણ આવે છે. પરંતુ સુપ્રીમકોર્ટ સામે એક એવો કેસ આવ્યો જેને કોર્ટે ક્લાસિક કેસ કહૃાો છે. ન્યાયિક પ્રક્રિયાનો ખોટી રીતે ઉપયોગ થાય છે, આ આધારે સુપ્રીમ કોર્ટે ક્લાસિક કેસની સંજ્ઞા આપી છે.

સુપ્રીમ કોર્ટે એક ભાડુઆત વિરૂદ્ધ ફેંસલો સંભળાવ્યો છે. જેને મકાન માલિકને તેની પ્રોપર્ટીથી ત્રણ દાયકા સુધી દૃૂર રાખ્યો. કોર્ટે ભાડુઆત પર ૧ લાખ રૂપિયાની પેનલ્ટી લગાડવાની સાથે માર્કેટ રેટ પર ૧૧ વર્ષનું ભાડુ આપવાનો આદેશ પણ કર્યો છે.

મકાન માલિક અને ભાડુઆતનો ક્લાસિક કેસ બેંચના જસ્ટિસ કિશન કૌલ અને આર સુભાષ રેડ્ડીએ કહૃાું કે, કોઇના હકને લૂટવા માટે કોઇ કેવી રીતે કાયદાનો દૃુરપયોગ કરે છે આ કેસ તેનું ક્લાસિક ઉદાહરણ છે. આ મામલો પશ્ર્ચિમ બંગાળના અલીપુરમાં એક દૃુકાનને લઇ છે. સુપ્રીમ કોર્ટની બેંચ એ આદેશ આપ્યો કે દૃુકાનને કોર્ટના આદેશના ૧૫ દિવસની અંદર મકાનમાલિકને સોંપી દેવામાં આવે.

કોર્ટે ભાડુઆતને આદેશ આપ્યો કે, માર્ચ ૨૦૧૦થી અત્યાર સુધીનું બજાર ભાવનું જે ભાડું થાય છે તે ત્રણ મહિનાની અંદર માલિકને ચૂકવવું પડશે. આ સિવાય કોર્ટના સમયનો વેડફાટ અને મકાન માલિકને કોર્ટની કાર્યવાહીમાં ઘસેડી સુપ્રીમ કોર્ટમાં લાવવા માટે કોર્ટે ભાડુઆતને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.