ભાજપના ડરથી મમતા બેનર્જીના તેવર બદલાયા: અધીર રંજન

મમતા બેનર્જી પોતાને બ્રાહ્મણ સાબિત કરી રહૃાા છે

પશ્ર્ચિમ બંગાળમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય નિવેદનો તેજ થયા છે અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. આ સાથે જ તેમણે કહૃાું કે મમતા બેનર્જી પહેલીવાર પોતાને બ્રાહ્મણ સાબિત કરવાની કોશિશ કરી રહૃાા છે.

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહૃાું કે ’આ ચૂંટણીમાં સામાન્ય લોકોની વાત કોઈ કરી રહૃાું નથી. ફક્ત સોનાર બાંગ્લા કરીને ભજાપ અને ટીએમસીના લોકો મત માંગી રહૃાા છે. મમતા બેનર્જી પહેલીવાર પોતાને બ્રાહ્મણ સાબિત કરવાની કોશિશ કરી રહૃાા છે. પહેલા કહેતા હતા કે હિજાબ પહેરું છું અને મુસલમાનોની હિફાઝત કરુ છું. હવે તેવર બદલાઈ ગયા છે અને આજકાલ ચંડીપાઠ કરી રહૃાા છે. ભાજપના ડરથી આ બધુ થઈ રહૃાું છે.’ આ સાથે જ તેમણે જણાવ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરશે.

અત્રે જણાવવાનું કે બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ અને મમતા બેનર્જીની ટીએમસીને ટક્કર આપવા માટે કોંગ્રેસ, આઈએસએફ અને ડાબેરી પક્ષોએ મળીને ત્રીજો મોરચો બનાવ્યો છે. કોંગ્રેસ આ વખતે ૯૨ સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે સીપીએમ ૧૩૦ બેઠકો, આઈએસએફ ૩૭ બેઠક, ફોરવર્ડ બ્લોક ૧૫, આરએસપી ૧૧ અને સીપીઆઈ ૯ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે.