બ્રિટનના પ્રિન્સ હેરીના પત્ની મર્કલની હીરાની બુટ્ટી આવી વિવાદોમાં

હોલિવુડ અભિનેત્રી અને બ્રિટનના પ્રિન્સ હેરીના પત્ની મેગન મર્કલની હીરાની બુટ્ટી ચર્ચામાં આવી ગઇ છે. આ બુટ્ટી પોતાની સુંદરતા નહીં પરંતુ તેમને ગિટમાં આપનાર શખ્સના લીધે વિવાદોમાં છે. જો કે મેગનને આ ગિટ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનએ આપી હતી. એમબીએસને પત્રકાર જમાલ ખશોગીની હત્યા માટે જવાબદાર મનાય છે અને અમેરિકાની જો બાઇડેન સરકાર પાસેથી માંગણી કરવામાં આવી રહી છે કે ગુપ્તચર રિપોર્ટમાં એમબીએસનું નામ સામે આવ્યા બાદ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

કેનિંસગટન પેલેસએ ઑક્ટોબર ૨૦૧૮માં ફિજીમાં આયોજીત એક ડિનર અંગે કહૃાું હતું કે તેમાં મેગને જે ઇયિંરગ્સ પહેરી હતી તે કોઇ પાસેથી લેવામાં આવી હતી. એ નહોતું કહેવામાં આવ્યું હતું કે કોની પાસેથી લીધી છે. મેગનના વકીલોએ ધ ટાઇમ્સને કહૃાું કે મેગને એ કયારેય નહોતું કહૃાું કે બુટ્ટી ઝવેરી પાસેથી લેવામાં આવી છે, આથી તેમાં કોઇને દગામાં રાખવા જેવી વાત જ નથી.

આ ડિનરના ત્રણ સપ્તાહ પહેલાં જ ખગોશીની ઇસ્તાંબુલ સ્થિત સાઉદી કોન્સુલેટમાં હત્યા કરી દેવામાં આવી હતી. અખબારના રિપોર્ટ પ્રમાણે મેગનને એ સમયે ખબર નહોતી કે સલમાનનું નામ હત્યાના આરોપીઓમાં સામેલ છે. આ સિવાય સલમાન ખુદ મેગનને મળ્યા નહોતા અને ના તો તેમણે પોતે આ ઇયિંરગ્સ મેગનને આપી હતી.

૫ કરોડ રૂપિયાની કિંમતની આ બુટ્ટી મેગને ગ્રાન્ડ પેસિફિક હોટલમાં આયોજીત ડિનરમાં પહેરી હતી. તેને ડિઝાઇનર બુટાનીએ બનાવી હતી. ત્યારબાદ તેઓ કેનિંસગટન પેલેસથી નીકળી પ્રિન્સ ચાર્લ્સના ૭૦મા જન્મદિવસના જશ્ર્ન માટે બિંકગમ પેલેસ જતા પણ આ જ બુટ્ટી દેખાયા હતા.