દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલે કોરોના રસી કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો

સામાન્ય નાગરિક બાદ હવે દેશનાં નેતાઓ પણ કોરોનાની વેક્સીન લેવા દોટ લગાવી રહૃાા છે. ત્યારે આજે સવારે સમાચાર સામે આવ્યા કે દિલ્હીનાં મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલ પણ કોરોનાની વેક્સીન લગાવી છે. અહી ખાસ વાત એ રહી કે તેમણે તેમના માતા-પિતા સાથે કોરોનાની વેક્સીન લેવા માટે પહોંચ્યા હતા.

આપને જણાવી દઇએ કે, કેજરીવાલ ગુરૂવારે સવારે દિલ્હીની સરકારી હોસ્પિટલ લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલ પહોંચ્યા હતા. મળી રહેલી જાણકારી મુજબ તેમને કોવિશિલ્ડ રસી આપવામાં આવી છે. કોવિડ-૧૯ ને માત આપવા માટે ભારતમાં ૧ માર્ચથી શરૂ થયેલી રસીકરણનાં બીજા તબક્કાની ગતિ હવે જોર પકડવામાં આવી છે. આ તબક્કામાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ દિવસે કોરોના રસીનો ડોઝ લીધો પછી, તમામ કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યોનાં મુખ્ય પ્રધાનો સહિતનાં તમામ નેતાઓ પણ આ લાઇનમાં લાગી ગયા છે. આ કડીમાં, દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં કન્વીનર અરિંવદ કેજરીવાલે પણ કોરોના રસીનો ડોઝ લીધો છે. મુખ્યમંત્રી કેજરીવાલે તેમના માતા-પિતા સાથે કોરોનાની રસી લગાવી છે.

આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલ ૫૨ વર્ષનાં છે, પરંતુ તેઓ ૧૦ વર્ષથી વધુ સમયથી ડાયાબિટીસનાં દર્દી છે. તેથી, તેઓ રસી માટે પાત્ર છે.