ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈસ્લામની વધતી જતી લોકપ્રિયતાથી ડરી ગયા છે: ઈરાન

તુર્કી અને પાકિસ્તાન બાદ હવે ઈરાન પણ ખુલ્લેઆમ ફ્રાંસના વિરોધમાં મેદાનમાં આવી ગયુ છે. ફ્રાંસમાં શિક્ષકનુ ગળુ કાપીને કરાયેલી હત્યાને ઈસ્લામિક કટ્ટરવાદ ગણવાના ફ્રાંસ પ્રમુખ મેક્રોનના નિવેદનના વિરોધમાં ઈસ્લામિક દેશોમાં ભારે રોષ છે.પાકિસ્તાને ફ્રાંસ સામે પોતાની સંસદમાં ઠરાવ પસાર કર્યો છે અને ઈરાને પણ આવુ જ કર્યુ છે.ઈરાનની સંસદમાં ફ્રાંસ પ્રમુખની આકરી ટીકા કરવામાં આવી હતી.

ઈરાનની સંસદે કહૃાુ હતુ કે, અભિવ્યક્તિની આઝાદીના નામે પયગંબર મોહમ્મદ સાહેબનુ અપમાન ફ્રાંસની સરકારના વલણ સામે સવાલ ઉભા કરે છે.ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈસ્લામ પ્રત્યે લોકોના વધી રહેલા આકર્ષણને રોકવા માંગે છે.આ માટે તેમણે યોજના પણ બનાવી છે.જોકે મેક્રોન પોતાના પ્રયત્નોમાં સફળ નહીં થાય અને મુસ્લિમ દેશો ઈસ્લામના અપમાન સામે વિરોધ કરશે.

ઈરાને પોતાના ફ્રાંસ સ્થિત રાજદુતને પાછા બોલાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.પાકિસ્તાની સંસદમાં પણ માંગ ઉઠી છે કે, ફ્રાંસમાંથી પાકના રાજદુતને પાછા બોલાવાય.

આ પહેલા તુર્કીના રાષ્ટ્રપતિએ ખુલ્લેઆમ ફ્રાંસનો બોયકોટ કરવાની અપીલ કરી છે.તુર્કીના રાષ્ટ્રપતિ એર્દૃોગને કહૃાુ હતુ કે, દૃુનિયાના મુસ્લિમોએ ફ્રાંસની પ્રોડક્ટનો બોયકોટ કરવો જોઈએ.ફ્રાંસમાં મુસ્લિમો સામે એવુ જ અભિયાન ચલાવાઈ રહૃાુ છે જેવુ બીજા વિશ્ર્વ યુધ્ધ વખતે હિટલરે યહૂદૃીઓ સામે છેડ્યુ હતુ.ફ્રાંસના રાષ્ટ્રપતિએ જે પ્રકારના વિચારો વ્યક્ત કર્યા છે તે જોતા તેમને માનસિક ઉપચારની જરુર હોય તેમ લાગે છે.