ફોનમાં બોલાચાલી થતા ગળેફાંસો ખાઈ આપઘાત

ફોનમાં બોલાચાલી થતા ગળેફાંસો ખાઈ આપઘાત
ફોનમાં બોલાચાલી થતા ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના ઘુંટુ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશ આજમગઢના વતની યુવાનની જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી સાથે ફોનમાં બોલાચાલી થતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઈ હતી.

મળતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના આજમગઢ જિલ્લાનો વતની અખિલેશ ખરપતુભાઈ વર્મા ઉ.૨૩ મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ કેરોનાઈટ કઝારીયા સિરામિક કારખાનામાં ફોર કલીપ ડ્રાઇવિંગનું કામ કરતો હતો જેને ગઈકાલે પોતાની જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતી સાથે ફોનમાં વાતચીત દરમિયાન બોલાચાલી થયા બાદ લાગી આવતા પોતાની લેબર રૂમમાં જઈ ગળેફાંસો ખાઈ લેતા મળત્‍યુ નીપજ્‍યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં મોરબીના લગધીરપુર ગામે રહેતા રવીનાબેન રાહુલભાઈ બારૈયા ઉ.૨૧ નામના પરિણીતાએ કોઈ અગમ્‍ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે, મળતક રવીનાબેનના ત્રણ વર્ષ પૂર્વે જ લગ્ન થયાનું બહાર આવ્‍યું છે.

અન્‍ય એક બનાવમાં મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલ ૭૭૭ નામના કારખાનામાં પતરા ચડાવતી વખતે ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા જયસિંગ રાઘવસિંગ નામનો યુવાન નીચે પટકાતા ઇજાઓ પહોંચતા મળત્‍યુ નીપજ્‍યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે