ચીનમાં રમાઈ રહેલ તીરંદાજી વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ જીત્યો

ચીનમાં રમાઈ રહેલ તીરંદાજી વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ જીત્યો
ચીનમાં રમાઈ રહેલ તીરંદાજી વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ જીત્યો

ચીનના શાંઘાઈમાં રમાઈ રહેલા તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતની મહિલા કમ્પાઉન્ડ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે.

ભારતની જ્યોતિ સુરેખા, અદિતિ સ્વામી અને પ્રનીત કૌરે ટોચના સીડ મેળવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ફાઇનલમાં છઠ્ઠી ક્રમાંકિત ઇટાલિયન મહિલા કમ્પાઉન્ડ ટીમ સામે રમી રહેલી ભારતીય ટીમે ૧૭૮/૧૭૧ થી સરસાઈ મેળવી હતી અને સાત પોઈન્ટથી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

જ્યોતિ, અદિતિ અને પ્રનીતની રમત એટલી શાનદાર હતી કે તેઓ માત્ર બે વાર જ પરફેક્ટ ૧૦ ચૂકી ગયા.