ફેસબુક પર યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવી તેનો અર્થ શારિરીક સંબંધ બાંધવા માંગે છે તે નહિ

હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે એક નિર્ણયમાં કહૃાું

હિમાચલ પ્રદૃેશ હાઈકોર્ટે પોતાના એક નિર્ણયમાં કહૃાું છે કે, ફેસબુક પર કોઈ યુવતી દ્વારા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવે તો તેનો અર્થ એ નહી કે તે શારિરિક સંબંધ બાંધવા માંગે છે. એ ક્યારેય સમજવામાં આવે નહી કે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને યુવતી પોતાની સ્વતંત્રતા અને અધિકારોને યુવકના હવાલે કરી દીધાં.

જસ્ટીસ અનૂપ ચિટકારાએ સગીર સાથે દુષ્કર્મના આરોપીની જામીન અરજી ફગાવતા ટીપ્પણી કરી છે. આરોપી યુવકની દલીલ હતી કે યુવતી પોતાના સાચા નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી તેથી તે એમ માનીને ચાલી રહૃાો હતો કે તે ૧૮ વર્ષથી વધારે ઉંમરની છે અને તે માટે તેણે તેની સહમતિથી શારિરિક સંબંધ બાંધ્યા પરંતુ હાઈકોર્ટે આ દલીલ ફગાવી દીધી છે.

હાઈકોર્ટે કહૃાું કે, આજકાલ સોશિયલ નેટવર્કિંગ પર રહેવું સામાન્ય વાત છે. લોકો મનોરંજન, નેટવર્કિંગ અને જાણાકરી માટે સોશિયલ મીડિયા સાઈટ્સ સાથે જોડાય છે નહી કે જાસૂસી કરે કે શારિરિક કે માનસિક ઉત્પિંડન સહન કરવા માટે. આજકાલ વધારે યુવાનો સોશિયલી મીડિયા પર છે અને સક્રિય છે. એવામાં તેમના દ્વારા ફ્રેંડ રિક્વેસ્ટ મોકલવી કોઈ અમાન્ય વાત નથી. તેથી એ માનવું કે બાળકો સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવે છે તો તે સેક્સ પાર્ટનરની શોધમાં આવું કરે છે.