કોવિડ-૧૯ની વેક્સિન ૫૪ લાખથી વધુ લોકોને અપાઈ

CORONA-COVID-વેક્સીન-INDIA-THIRD-DOZE
CORONA-COVID-વેક્સીન-INDIA-THIRD-DOZE

દેશમાં કોવિડ-૧૯ની વેક્સિન આપવાની હાથ ધરવામાં આવેલી કાર્યવાહી હેઠળ ૫૪ લાખથી વધુ લોકોને અત્યાર સુધી વેક્સિન આપવામાં આવી છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું. છઠ્ઠી ફેબ્રુઆરી સુધી ૫૪,૧૬,૮૪૯ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી જ્યારે ૨૪ કલાકમાં ૧૦,૫૦૨ સત્ર દ્વારા ૪,૫૭,૪૦૪ લોકોને વેક્સિન આપવામાં આવી હતી, એમ મંત્રાલય દ્વારા જણાવાયું હતું. અત્યાર સુધી વેક્સિન આપવાના કુલ ૧,૦૬,૩૦૩ સત્ર ગોઠવવામાં આવ્યા છે.

૬૧ ટકા લોકો જેમને વેક્સિન આપવામાં આવી છે તેઓ આઠ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદૃેશના છે. ઉત્તર પ્રદેશમાં કુલ ૬,૭૩,૫૪૨ લોકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં ૪,૩૪,૯૪૩ અને રાજસ્થાનમાં ૪,૧૪,૪૨૨ લોકોને વેક્સિન આપવામાં આવી છે.