પુરૂષને લીવ ઇન રિલેનશનશીપમાં નહિ મળે પતિનો દરજ્‍જો …કેરળ હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

પુરૂષને લીવ ઇન રિલેનશનશીપમાં નહિ મળે પતિનો દરજ્‍જો ...કેરળ હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
પુરૂષને લીવ ઇન રિલેનશનશીપમાં નહિ મળે પતિનો દરજ્‍જો ...કેરળ હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

લિવ-ઇન રિલેશનશિપનો અર્થ એ છે કે યુગલ લગ્ન કર્યા વિના એક જ છત નીચે સાથે રહે છે. આ પ્રકારનો સંબંધ, જેમાં એક છોકરો અને છોકરી લગ્ન વિના સાથે રહે છે, ભારતમાં ધીમે ધીમે લોકપ્રિય થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ સંબંધને લઈને દુષ્‍કર્મની ઘટનાઓ પણ પ્રકાશમાં આવવા લાગી છે. આવા ઘણા કિસ્‍સાઓ જોવા મળ્‍યા છે જેમાં છોકરીએ તેના પાર્ટનર પર મારપીટનો આરોપ લગાવ્‍યો હોય અથવા છોકરાએ તેની ગર્લફ્રેન્‍ડ પર ગંભીર આરોપ લગાવ્‍યા હોય. આ દરમિયાન કેરળ હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્‍યો છે. કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે કાયદેસર રીતે પરિણીત ન હોય તેવી મહિલાના જીવનસાથી પર આઈપીસીની કલમ ૪૯૮A હેઠળ ક્રૂરતાના ગુના માટે કાર્યવાહી થઈ શકે નહીં. ફરિયાદી મહિલાના લિવ-ઇન પાર્ટનર અરજદાર સામેની કાર્યવાહીને રદ કર્યા બાદ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્‍યો હતો.

પુરૂષને લીવ ઇન રિલેનશનશીપમાં નહિ મળે પતિનો દરજ્‍જો …કેરળ હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો કેરળ

કોર્ટે ચુકાદો આપ્‍યો કે IPCની કલમ ૪૯૮ (A) હેઠળ સજાપાત્ર અપરાધ માટે સૌથી જરૂરી બાબત એ છે કે મહિલાએ તેના પતિ અથવા તેના પતિના સંબંધીઓ દ્વારા ક્રૂરતાનો ભોગ બનવું જોઈએ. પતિ શબ્‍દનો અર્થ થાય છે પરિણીત પુરુષ, જેની સાથેસ્ત્રી પરિણીત છે. લગ્ન દ્વારા જ પુરુષસ્ત્રીના પતિનો દરજ્જો પ્રાપ્ત કરે છે. લગ્ન એટલે કાયદાની નજરમાં લગ્ન. જો કોઈ પુરુષ કાયદેસર લગ્ન કર્યા વિનાસ્ત્રીનો જીવનસાથી બને છે, તો તેને IPCની કલમ ૪૯૮ (A) હેઠળ ‘પતિ’ કહેવાશે નહીં.

પુરૂષને લીવ ઇન રિલેનશનશીપમાં નહિ મળે પતિનો દરજ્‍જો …કેરળ હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો કેરળ

આરોપ એવો હતો કે અરજદારે મહિલાને માર્ચ ૨૦૨૩થી ઓગસ્‍ટ ૨૦૨૩ દરમિયાન માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કર્યા હતા, જ્‍યારે તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં હતા. કોર્ટે કહ્યું કે કલમ ૪૯૮A હેઠળ ગુનો ચલાવવા માટે એ જરૂરી છે કે ક્રૂરતાનો ગુનો પતિ અથવા પતિના સંબંધીઓ દ્વારા કરવામાં આવ્‍યો હોય. તેમાં કહેવામાં આવ્‍યું છે કે કાયદેસર લગ્ન કર્યા વિના મહિલાનો જીવનસાથી હોય તેવા પુરુષ સામે કલમ ૪૯૮A હેઠળ કાર્યવાહી થઈ શકે નહીં.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here