પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાન કોરોના પોઝિટિવ છતાં બેઠક યોજી..!

Imran Khan-PM-પાકિસ્તાન
Imran Khan-PM-પાકિસ્તાન

Subscribe Saurashtra Kranti here

પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રી શિબ્લી ફરાજએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન કોરોના પોઝિટીવ આવ્યા છે. હાલ તેઓ આઈસોલેશનમાં છે. પરંતુ કોરોનાની ગાઈડલાઈન્સ અને નિયમોના ધજાગરા ઉડાડતા ઈમરાન ખાને અધિકારીઓ સાથે એક બેઠક લઈ અનેક લોકોના જીવ જોખમમાં મુક્યા હતાં. ઈમરાન ખાનની આ હરકતની દૃુનિયા આખીમાં થૂ થૂ થઈ રહી છે.
પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રી શિબ્લી ફરાજએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી હતી. જેમાં પાક પીએમ ઇમરાન ખાન તેની મીડિયા ટીમની સાથે બેઠક કરી રહેલા દેખાઇ રહયા છે. આ તસ્વીર શેર થતા જ સોશિયલ મીડિયામાં ઇમરાન ખાનની ભારે ઠેકડી ઉડાવવામાં આવી રહી છે તો કેટલાક લોકો ઈમરાન ખાનનો બરાબરનો ઉધડો પણ લઈ રહૃાાં છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન હાલમાં કોરોના પોઝિટિવ આવ્યા છે. નિયમોનું પાલન કરવાના બદલે તેઓ આ સમયે પણ તેમની મીડિયા સલાહકાર ટીમની સાથે બેઠક યોજી રહયા છે. પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રીના એકાઉન્ટ પરથી બે તસવીરો શેર થયા બાદ આ મામલો ચગ્યો છે. સોશિયલ મીડિયા પરની આ તસવીરોએ દૃુનિયાભરમાં ઇમરાન ખાનની થૂ થૂ કરાવી દીધી છે.

Read About Weather here

આ મિટિંગની પહેલા જ ૨૦ માર્ચે ઇમરાન ખાન અને તેની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ હોમ આઇસોલેશનમાં રહેવાની જગ્યાએ આવી રીતે મિટિંગ કરી રહેલા દેખાય છે જેને લઈને સોશિયલ મીડિયા પર તેમની ભારે ફજેતી થઇ છે. જો કે આ મિટિંગમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઇ રહેલું દેખાઈ રહૃાું છે. ઇમરાન ખાન પોતે માસ્ક લગાડીને બેઠા છે. તો પણ યુઝર્સે તેમને નિશાના પર લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here