Latest : ત્રણ વર્ષની અંદર ભારતના રસ્તાઓ અમેરિકા-યુરોપ જેવા બની જશે: ગડકરી

Gadkari-રસ્તાઓ

Subscribe Saurashtra Kranti here

રસ્તાઓના ઝડપી નિર્માણ માટે એનએચએઆઈ ૧ લાખ કરોડ એકઠા કરશે

આપ પણ વિદેશોમાં આવેલા ચકાચક રસ્તાઓ જોઈને વિચારતા હશો, કે કાશ આવા રસ્તા આપણા દેશમાં પણ હોય તો કેવું સારૂ. જો કે, હવે આપને ભારતમાં પણ આવા જ રસ્તાઓનો સુખદ અનુભવ થવાનો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે, આગામી ત્રણ વર્ષની અંદર ભારતના રસ્તાઓ પણ અમેરિકા અને યુરોપિયન દેશો જેવા થઈ જશે.

સીઆઈઆઈ દ્વારા દિલ્હીમાં આયોજિત ઈકનોમિક કોફ્લેવ ૨૦૨૧માં કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહૃાુ હતું કે, આ વખતે મોદી સરકાર પોતાનો કાર્યકાળ પુરો થતાં પહેલા ભારતના રસ્તા અમેરિકા અને અન્ય યુરોપિયન દેશો જેવા કરી નાખશે. કેન્દ્ર સરકાર દરરોજ ૩૫ કિમી માર્ગો બનાવી રહૃાા છે. ટૂંક સમયમાં જ દરરોજ ૪૦ કિમી રસ્તા બનાવવાનો ટાર્ગેટ પુરો થશે. કોરોનાકાળમાં પણ સરકારે ટોલ કલેક્શનમાં ૧૦ હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધ્યો છે.

Read About Weather here

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહૃાુ કે, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ આગામી પાંચ વર્ષમાં એક લાખ કરોડ રૂપિયા એકઠા કરવાના લક્ષ્ય પર કામ કરી રહૃાુ છે. આ પૈસા શેર બજારમાંથી એકઠા કરશે. તેમને ઈંડસ્ટ્રીઝને આ મામલે આગળ આવવા અને રોકાણ કરી લાભ ઉઠાવવાનું પણ કહૃાુ છે. તેનાથી વૃદ્ધિને ગતિ મળશે અને ફંડનો ઉપયોગ માળખાગત સુવિધાઓથી નાણાકીય પોષણ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here